સંગકારા બન્યો રાજસ્થાન રોયલ્સનો ક્રિકેટ ડિરેકટર
આઇપીએલની ફ્રેન્ચાઇઝી રાજસ્થાન રોયલ્સે આઇપીએલની આગામી સીઝન માટે શ્રીલંકાના ભૂતપૂર્વ કેપ્ટન કુમાર સંગકારાની ડિરેકટર ઓફ ક્રિકેટ તરીકે નિમણૂક કરી છે.
હાલમાં સંગકારા મેલબર્ન ક્રિકેટ કલબના પ્રેસિડન્ટ તરીકે કારોબાર સંભાળે છે. રાજસ્થાન રોયલ્સ સાથે જોડાઈને તેની જવાબદારી ફ્રેન્ચાઇઝીની સમગ્ર ઇકોસિસ્ટમ સંભાળવાની રહેશે જેમાં કોચિંગ સ્ટ્રકચરથી માંડીને ટીમની રણનીતિ, નવા યુવાઓને તક અને વિકાસ જેવા મુદ્દાઓ પર ધ્યાન આપવામાં આવશે.
સંગકારાએ કહ્યું કે રાજસ્થાન રોયલ્સ સાથે જોડાઈને મને ગર્વ થાય છે અને નવા પડકાર માટે હું ઘણો આતુર છું. વિશ્વની અગ્રણી ક્રિકેટ સ્પર્ધામાં આ ફ્રૅન્ચાઇઝીની રણનીતિ, તેમના ડેવલપમેન્ટ પ્રોગ્રામ અને ક્રિકેટિંગ ઇન્ફ્રાસ્ટ્રકચર, ફ્રેન્ચાઇઝીની ભવિષ્યમાં થનારી ઓેન-ફીલ્ડ સફળતાનો પાયો નાખશે. મારા માટે પણ આ તક ઘણી પ્રેરણાત્મક છે.