ખેલ-જગત
News of Saturday, 25th January 2020

ન્યુઝીલેન્ડ વિરૂદ્ધની મેચ દરમિયાન એક એવી ઘટના બની જે ભારત માટે નુકશાનદાયક સાબિત થઇ શકત

નવી દિલ્હી : ઓકલેન્ડ ટી20 કોમ્પિટિશનમાં ભલે ભારત 6 વિકેટથી જીત મેળવવામાં સફળ રહ્યું હોય, પરંતુ ન્યૂઝીલેન્ડની વિરુદ્ધ મેચ દરમિયાન એક એવી ઘટના બની, જે ભારત માટે નુકસાનદાયક સાબિત થઈ શક્તી હતી. ઓન ફિલ્ડ અમ્પાયર મનીષ પાંડેની ભૂલ પર ધ્યાન ન આપી શક્યા. નહિ તો ભારતને પાંચ રનની પેનલ્ટી પણ લાગી શક્તી હતી.

મેચમાં ભારતની ફિલ્ડીંગ દરમિયાન મીનષ પાંડે મિડવિકેટની દિશામાં ઉભા હતા. મનીષ પાંડે બોલને પકડવાથી ચૂકી ગયા હતા અને બોલ પાછળ જતો રહ્યો હતો. મનીષ પાંડેએ બેટ્સમેનને એવુ દર્શાવ્યું કે, તેમણે બોલ પકડી લીધો છે. તેમણે બોલને બોલર જસપ્રતી બુમરાહ તરફ ફેંકવાનો ઈશારો કર્યો, જ્યારે કે બોલ પાછળ જઈ રહી હતી.

રવિન્દ્ર જાડેજા તેના બાદ ભાગતા ભાગતા આવ્યા અને બોલની પકડીને બુમરાહ (Jasprit Bumrah)ની તરફ ફેંકી. બુમરાહ બોલને પકડવાથી ચૂકી ગયા. જેને કારણે ન્યૂઝીલેન્ડને બે વધારાના રન મળી ગયા.

શું કહે છે નિયમ

આઈસીસીના નિયમ અંતર્ગત, ફિલ્ડર જો બોલને પકડી પાડવાથી ચૂકી જાય છે, તો તેઓ તેને ફેંકવાનું નાટક કરીને રન માટે ભાગી રહેલા બેટ્સમેનને ભ્રમિત ન કરી શકે. જો તેઓ આવુ કરે છે તો અમ્પાયર બેટિંગ કરનારી ટીમને પાંચ વધારાના રન આપી શકે છે.

ઓકલેન્ડ ટી20માં બંને ઓનફીલ્ડ અમ્પાયર્સ મનીષ પાંડેની આ હરકતને જોવાથી ચૂકી ગયા છે, જેનો ફાયદો ભારતીય ટીમને મળ્યો છે. આ હાઈ સ્કોરિંગ મેચમાં જો ન્યૂઝીલેન્ડને આ રીતે પાંચ રન મળી જતા તો તે ભારત માટે ઘાતક સાબિત થઈ શક્યુ હોત.

(4:18 pm IST)