ખેલ-જગત
News of Thursday, 24th October 2019

ગાંગુલીના પદગ્રહણ સમારંભમાં નિરંજન શાહ અને હિમાંશુ શાહની ખાસ ઉપથિતિ

રાજકોટઃ વાનખડે સ્ટેડીયમના બીસીસીઆઈનામ સેન્ટરમાં બીસીસીઆઈના પ્રમુખ તરીકે સૌરવ ગાંગુલીએ ચાર્જ સંભાવ્યા બાદ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ પ્રસંગે પૂર્વ પ્રેસીડન્ટ એન.શ્રીનિવાસન, ડીડીસીએના રજત શર્મા, બીસીસીઆઈ આઈપીએલના પૂર્વ ચેરમેન રાજીવ શુકલા તેમજ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનના પૂર્વ સેક્રેટરી નિરંજન શાહ અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ના સેક્રેટરી હિમાંશુ શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા.

(3:16 pm IST)