ખેલ-જગત
News of Wednesday, 24th October 2018

દેવધર ટ્રોફીમાં કેપ્ટન રહાણે ફેલ :ભારત સીને હરાવી ભારત બી ફાઇનલમાં પહોંચ્યું

નવી દિલ્હીઃ ભારત બીએ દેવધર ટ્રોફીના ભારત સીને 30 રને હરાવીને ફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે. હનુમા વિહારીની સંઘર્ષપૂર્ણ અડધી સદીની મદદથી ભારત બીએ 50 ઓવરમાં નવ વિકેટે 231 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતની સી ટીમ 48.2 ઓવરમાં 201 રન પર આઉટ થઈ ગઈ હતી. ભારત બી તરફથી કૃષ્ણપ્પા ગૌતમ અને મનોજ તિવારીએ ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. 

 ભારત સીના કેપ્ટન રહાણેનો સંઘર્ષ જારી રહ્યો. તે 61 બોલમાં 31 રન બનાવી શક્યો હતો. ડાબોડી સ્પિનર શાહબાજ નદીમે ભારતીય ટેસ્ટ વાઇસ કેપ્ટનને ખુલીને રમતા રોકી રાખ્યો હતો.

(11:55 pm IST)