ખેલ-જગત
News of Wednesday, 24th October 2018

ફરી એકવાર મેદાન પર જોવા મળશે સચિન-કામ્બલી

નવી દિલ્હી: ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર અને વિનોદ કાંબલીની જોડી ભારત માટે રમવા પહેલા મશહૂર થઈ ગઈ છે. 1988માં આઝાદ મેદાનમાં સ્કૂલમાં રમતા ક્રિકેટ દરમિયાન 664 રનોની ભાગીદારી કરી હતી. અને ક્રિકેટ જગતને ચોંકાવી દીધા છે. હવે દિગ્ગજ જોડી એક વાર ફરી ક્રિકેટ મેદાનમાં પોતોનો જાદૂ ચલાવશે. પણ વખતે તેમનો ટાર્ગેટ છે પ્રતિભાઓને નિખારવી અને મુંબઇ અને ભારતના ક્રિકેટ જગતમાં ટોપ બનાવી રાખવો. 90ના દશકમાં કાંબલી અને તેડુંલકરની જોડી જય અને વીરૂની જોડીના નામથી જાણીતી હતી, પણ જ્યારે પોસ્ટ રિટાયરમેન્ટ પાર્ટીમાં સપિને કાંબલીને આમંત્રણ આપ્યુ તો કાબંલીને બહુ ખરાબ લાગ્યુ તેણે કહ્યુ કે સચિનને તેનો સ્કૂલનો લંગોટિયો મિત્ર યાદ રહ્યો.9 વર્ષ પહેલા વિનોદ કાંબલીએ સચિન તેંડલકર સાથે પોતાની દોસ્તી કહીને ખત્મ કરી હતી કે તેના ખરાબ સમયમાં સચિને તેનો સાથ આપ્યો હતો. કાંબલીએ એક રિયાલિટી શોમાં જાહેરમાં વાત કરી હતી. સચિન તેંડુલકર કમેટથી ખુબજ દુખી થયા હતા, કારણે સચિને 2013માં તેની ફેરવેલ સ્પીચમાં કાંબલીનો ક્યાંય ઉચ્ચાર પણ કર્યો નહી. જો કે ગત વર્ષે બંને મિત્રો વચ્ચેની ગેરસમજણ દુર થઈ ગઈ. તેઓ ફરી એકવાર એકબીજાના ખુબજ સારા મિત્રો બની ગયા.

(4:25 pm IST)