ખેલ-જગત
News of Friday, 24th September 2021

KKR ના કેપ્ટન ઇઓન મોર્ગનને ધીમી ઓવર રેટ માટે 24 લાખ રૂપિયાનો દંડ

 નવી દિલ્હી: કોલકાતા નાઈટ રાઈડર્સ (કેકેઆર) ના કેપ્ટન ઈઓન મોર્ગનને ગુરુવારે રાત્રે મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં સ્લો ઓવર રેટ માટે 24 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આઈપીએલના સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "આઈપીએલની આચારસંહિતા હેઠળ લઘુતમ ઓવર રેટ ગુનાઓ સાથે સંબંધિત આ સીઝનનો બીજો ગુનો હોવાથી, કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન ઈઓન મોર્ગનને 24 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે."

(5:07 pm IST)