ખેલ-જગત
News of Thursday, 24th September 2020

IPL -2020 : કિંગ્સ ઇલેવન પંજાબે રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂને 97 રને હરાવ્યું

કોહલી 1 રને આઉટ, કે.એલ રાહુલ 132 રન ફટકાર્યા : 206 રનના જવાબમાં પંજાબની ટીમ 17 ઓવરમાં 109 જ બનાવી શકી.

ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ના 2020 સિઝનના છઠ્ઠા મુકાબલામાં કિંગ્સ ઇલેવન પંજાબ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે રમાયો હતો. દુબઈમાં વિરાટ કોહલીની ટીમનો સામનો તેમના નજીકના મિત્ર કે.એલ રાહુલની ટીમ સાથે થયો હતો. જેમાં પંજાબે 97 રને બેંગલુરૂને હરાવ્યું છે.

કેપ્ટન કે.એલ રાહુલે T20 ક્રિકેટમાં ચોથી સદીની મદદથી કિંગ્સ ઇલેવન પંજાબે રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂને 97 રને હરાવ્યું છે. આ મેચમાં ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી કિંગ્સ ઇલેવન પંજાબે રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ સામે 3 વિકેટ પર 206 રનના જવાબમાં પંજાબની ટીમ 17 ઓવરમાં 109 જ બનાવી શકી.

શેલ્ડન કોટ્રેલની ઇનિંગની ત્રીજી ઓવરમાં બેંગલુરૂને મોટો ઝટકો આપતા કેપ્ટન કોહલીને 1 રનના સ્કોર પર પવેલિયન મોકલી દીધા. જ્યારે કે.એલ રાહુલે 132 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી.

(11:35 pm IST)