ખેલ-જગત
News of Thursday, 24th September 2020

સંજુ સેમસનની તોફાની ઈનિંગથી સચિન, ગંભીર સહિતના ક્રિકેટરો ફીદા

લોકેશ રાહુલ અને રિષભ પંતને સાવધાન રહેવુ પડશે

શારજાહ : ચેન્નઈ સામેની જીતનો રાજસ્થાનનો હિરો સંજુ સેમસને તેના પાવરફુલ પર્ફોર્મન્સનું લોકડાઉન દરમિયાન ફીટનેસ અને પાવર - હીટીંગ સ્કિલ પર કરેલી સખત મહેનતને આપ્યુ હતું. મેન ઓફ ધ મેચના એવોર્ડ્સ વખતે સેમસને કહ્યું હતું કે મારો ગેમ પ્લાન મેદાનમાં ટકી રહીને ફટકાબાજી કરવાનો હતો. જો બોલ મારા એરીયામાં મળશે તો હું એને રમીશ. બોલ તમારા એરીયામાં આવે તો તેને ફટકારવાની ઈચ્છા રાખવી જરૂરી છે. મેં મારી ફીટનેસ, ડાયટ અને ટ્રેઈનીંગ પર ખૂબ કામ કર્યુ છે. આ રમત પાવર હીટીંગની છે. લોકડાઉનને લીધે મળેલા પાંચ મહિના દરમિયાન મને લાગે છે કે મેં મારી તાકાત વધારી છે.

સચિન તેન્ડુલકર, ગૌતમ ગંભીર, વિરેન્દર સેહવાગ સહિત સર્વેનું એક જ કહેવુ હતું કે સેમસન ઈઝ ધ બેસ્ટ. તેની કલીન એન્ડ પરફેકટ ફટકાબાજીએ તેના માટે ભારતીય ટીમના દરવાજા ખોલી નાખ્યા છે. સેમસનના આ પર્ફોર્મન્સને લીધે વિકેટકીપર - બેટ્સમેનો કેટેગરીના ઉમેદવારો લોકેશ રાહુલ અને રિષભ પંત જરૂર સાવધાન થઈ ગયા હશે.

(2:57 pm IST)