ખેલ-જગત
News of Tuesday, 24th September 2019

શેફાલી વર્માએ સૌથી નાની વયે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કર્યું પર્દાપણ

શેફાલીએ 15 વર્ષ 239 દિવસની ઉંમરમાં આંતરરાષ્ટ્રીય ટી20 ક્રિકેટમાં એન્ટ્રી કરી

 

સાઉથ આફ્રિકા મહિલા ક્રિકેટ ટીમ વિરુદ્ધ પ્રથમ ટી20 મેચમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમની યુવા ખેલાડી શેફાલી વર્માએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પર્દાપણ કર્યું છે પર્દાપણની સાથે શેફાલી ભારતની પ્રથમ ક્રિકેટ ખેલાડી બની ગઈ જેણે સૌથી નાની ઉંમરમાં આંતરરાષ્ટ્રીય ટી20 ક્રિકેટમાં પર્દાપણ કર્યું છે

શેફાલી વર્માએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાનું પર્દાપણ 15 વર્ષ 239 દિવસની ઉંમરમાં કર્યું છે. શેફાલી વર્મા હવે આંતરરાષ્ટ્રીય ટી20 ક્રિકેટમાં પર્દાપણ કરનારી સૌથી નાની ઉંમરની પ્રથમ ભારતીય ખેલાડી બની ગઈ છે.  . તે પ્રથમ મુકાબલામાં સ્મૃતિ મંધાનાની સાથે ઓપનિંગ કરવા ઉતરી, પરંતુ શૂન્ય રન પર આઉટ થઈ હતી. તેણે ચાર બોલનો સામનો કર્યો અને પોતાની વિકેટ ગુમાવી હતી. તેને ઇસ્માઇલે આઉટ કરી હતી

ભારત તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કોઈપણ ફોર્મેટમાં પર્દાપણ કરવાના માલમામાં શેફાલી વર્મા બીજા સ્થાન પર આવી ગઈ છે. શેફાલીએ 15 વર્ષ 239 દિવસની ઉંમરમાં કમાલ કર્યો છે. શેફાલી પહેલા ભારત તરફથી સૌથી નાની ઉંમરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પર્દાપણ કરનાર ખેલાડી ગાર્ગી બેનર્જી હતી. ગાર્ગીએ 1978મા 14 વર્ષ 165 દિવસની ઉંમરમાં વનડે ક્રિકેટમાં પર્દાપણ કર્યું હતું. સચિન તેંડુલકરે 30 વર્ષ પહેલા 16 વર્ષ 238 દિવસની ઉંમરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પર્દાપણ કર્યું હતું

(12:27 am IST)