ખેલ-જગત
News of Tuesday, 24th September 2019

વિજય હઝારે ટ્રોફી : ઝારખંડ ટીમથી પણ બહાર થયો ધોની : વિકેટકીપર તરીકે ઇશાન કિશનનો સમાવેશ

વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ અને સાઉથ આફ્રિકા સામે રમાયેલી ટી-૨૦ આંતરરાષ્ટ્રીય સીરીઝથી દુર થયા બાદ હવે ભારતીય દિગ્ગજ વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોની વિજય હઝારે ટ્રોફીમાં પણ રમતા જોવા મળશે નહીં ઝારખંડે મહેન્દ્ર સિંહ ધોનીની જગ્યાએ  ઇશાન કિશનને સમાવેશ કર્યો છે  વિજય હઝારે ટ્રોફી ૨૦૧૯-૨૦ ની શરૂઆત આજથી (૨૪ સપ્ટેમ્બર) શરુ થઈ ચુકી છે.

ઝારખંડ તરફથી ઘરેલું ક્રિકેટમાં ઇશાન કિશનનું પ્રદર્શન શાનદાર રહ્યું છે અને આ કારણ છે કે, તેમને વિજય હઝારે ટ્રોફી આ ટીમમાં આ જવાબદારી સોંપવામાં આવી છે છે. ઇન્ડિયા એ તરફથી ઇશાન કિશન સારો પ્રભાવ છોડવામાં સફળ રહ્યા છે અને આ ટુર્નામેન્ટમાં પણ તેમનાથી શાનદાર પ્રદર્શનની આશા છે. ઝારખંડને પોતાની પ્રથમ મેચ ડીફેન્ડીંગ ચેમ્પિયન મુંબઈ સામે બુધવારે રમવાની છે.

ઇશાન કિશન સિવાય ટીમમાં તેમની સાથે ઈશાંક જગ્ગી, વરુણ એરોન અને શાહબાઝ નદીમ જેવા ખેલાડી તેમનું માર્ગદર્શન કરવા માટે તૈયાર રહેશે અને ટીમની સફળતામાં પોતાનું યોગદાન આપશે.

વિજય હઝારે ટ્રોફી ૨૦૧૯-૨૦ માટે ઝારખંડની ટીમ આ પ્રકાર છે : કુમાર દેવવ્રત, આનંદ સિંહ, અનુકુલ રોય, વિરાટ સિંહ, ઈશાંક જગ્ગી, મોનુ કુમાર, ઇશાન કિશન (વિકેટકીપર), સુમિત કુમાર, વરુણ એરોન (કેપ્ટન), શાહબાઝ નદીમ, રાહુલ શુક્લા, ઉત્કર્ષ સિંહ, અતુલ સિંહ સુરવર, વિવેકાનંદ તિવારી

(6:58 pm IST)