ખેલ-જગત
News of Tuesday, 24th September 2019

મેચ ફિકસીંગ પર પ્રતિબંધ લાદવો અઘરો છે, કારણ કે લોભની કોઈ દવા નથીઃ ગાવસ્કર

લાલચ એવી વસ્તુ છે જેને ભણતર કે સલાહની જરૂર નથી

નવીદિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ પ્લેયર સુનીલ ગાવસકરે મેચ- ફિકિસંગ વિશે વાત કરતાં પોતાના વિચાર પ્રગટ કરતાં  કહ્યું હતું કે 'મેચ- ફિકિસંગ' પર સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવવો  અઘરો છે, કારણ કે લોભની કોઈ દવા નથી.

તામિલનાડુ પ્રીમિયર લીગને લઈને ચાલી રહેલા ફિકિસંગના વિવાદને જોડી ગાવસકરે એક મુલાકાતમાં કહ્યું હતું કે 'લાલચુ એવી વસ્તુ છે જેને કોઈ ભણતર કે સલાહની જરૂર નથી હોતી. સમાજ ગમે એટલો સુધરેલો કે વિકસિત હોય, એમાં ક્રિમિનલ્સ તો હોવાના જ. ક્રિકેટ પણ એવું જ છે. કેટલાક લોકો અલગ હોય છે જે લાલચથી ભરેલા હોય છે. જોકે તમને લાલચ બનાવવા માટે ઘણાં પરિબળો કામ કરતાં હોય છે. મારા ખ્યાલથી આ લાલચ પર સંપૂર્ણપણે કન્ટ્રોલ કરવો અશકય છે. હું વિચારી શકું છું કે પ્લેયર એવી પરિસ્થિતિમાં કેવું વિચારી શકે છે. તે લાલચથી દૂર જવા ઈચ્છતો હોય છે, પણ જઈ નથી શકતો, કારણ કે આજની તારીખમાં ટેલિવિઝન દ્વારા દરેક નાની- નાની વાતો પકડી પાડવામાં આવે છે.'

(3:31 pm IST)