ખેલ-જગત
News of Monday, 24th September 2018

ધોનીના વખાણ કરવા વસીમ અક્રમને ભારે પડ્યા

નવી દિલ્હીઃ અફઘાનિસ્તાન વિરુદ્ધ શુક્રવારે રમાયેલી મેચમાં પાકિસ્તાનના શોએબ મલિકે શાનદાર 51 રનની અણનમ ઈનિંગ રમીને રોમાંચક મેચમાં અફઘાનિસ્તાનને હરાવ્યું હતું. આ મેચ બાદ પૂર્વ પાકિસ્તાની દિગ્ગજ વસીમ અકરમે મલિકની તુલના મહેન્દ્ર સિંહ ધોની સાથે કરતા બેસ્ટ ફિનિશર ગણાવ્યો. પરંતુ ટ્વીટર પર તે માટે વસીમને નિશાન બનાવવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે શુક્રવારે પાકિસ્તાનની જીત બાદ અકરમે ટ્વીટ કર્યું, અનુભવનો કોઈ વિકલ્પ નથી, શોએબે ફરી સાબિત કરી દીધું. શું આ ધોની જેવું ફિનિશ હતું, જ્યારે મલિક બોલરોનો સામનો કરી રહ્યો હતો ત્યારે તેના ચહેરા પર કોઈ ભાવ ન હતો અને આ એક બોલરને હતાશ કરતો હતો. શાનદાર ઈનિંગ મલિક. આ ટ્વીટ બાદ શોએબ મલિકે વસીમ અકરમનો આભાર માન્યો પરંતુ પાકિસ્તાન ફેન્સે વસીમ અકરમને ખુબ ટ્રોલ કર્યો હતો.

(6:34 pm IST)