રેપ કેસમાં રોનાલ્ડો નિર્દોષ જાહેર
લાસ વેગાસની એક હોટલમાં રેપ કર્યાનો આરોપ હતો
વોશિંગ્ટનઃ પોર્ટુગલની ફુટબોલ ટીમનો સ્ટાર ખેલાડી ક્રિસ્ટિીયાનો રોનાલ્ડોને બળાત્કારના કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે. ર૦૦૯માં લાસ વેગસની એક હોટલમાં તેણે કેથરીન મેયોર્ગા પર રેપ કર્યો હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. એક ન્યુઝ-એજન્સીના રિપોર્ટસ પ્રમાણે આ કેસમાં મર્યાદિત શંકાઓ કરતાં આગળ વધીને આરોપોને સાબિત ન કરાતાં રોનાલ્ડો પર લગાવવામાં આવેલા ચાર્જ ખારીજ કરવામાં આવ્યા હતા. ર૦૧૦માં કેથરીન કોર્ટની બહાર રોનાલ્ડો સાથે ૩.૭પ લાખ ડોલરમાં સેટલમેન્ટ કરી લીધું હોવાની ચર્ચા ચાલી હતી. જોકે બાદ તેને રોનાલ્ડો વિરુધ્ધ વાત કરવા માટે પ્રેરણા મળી હોવાનું કેથરીને કહયું હતું. ર૦૧૮માં કેથરીનના કહેવાથી લાસ વેગસની પોલીસે આ કેસમાં પૂછપરછ શરુ કરી હતી. જોકે એ સમયે મળેલી ઇન્ફર્મેશનનો રિવ્યુ કરતાં તેમણે કેસ બંધ કરી દીધો હતો.