યુરો કપ: પૂર્વ ક્વાર્ટર ફાઇનલમાં સ્વીડને પોલેન્ડને 3-2થી આપી માત
નવી દિલ્હી: સ્વીડને ગ્રુપ ઇ મેચમાં પોલેન્ડને 3-2થી હરાવીને યુરો કપ 2020 ની પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. સેન્ટ પીટર્સબર્ગ સ્ટેડિયમમાં આ મેચમાં સ્વીડન તરફથી એમિલ ફોર્સબર્ગે બે ગોલ કર્યા હતા. પોલેન્ડને આગળ વધવા માટે જીતની જરૂર હતી પરંતુ ફોર્સબર્ગના બે ગોલથી તેમનું કામ બગડ્યું. પોલેન્ડના સ્ટાર રોબર્ટ લવાન્ડોવસ્કીએ 61 મી અને 84 મી મિનિટમાં ગોલ કર્યા, જ્યારે સ્વીડન તરફથી ફોર્સબર્ગે બીજા અને 59 મી મિનિટમાં અને વિક્ટર ક્લાસેને 93 મી મિનિટમાં ગોલ કર્યા. આ જીત સાથે સ્વીડનના ગ્રુપ ઇમાં સાત પોઇન્ટ છે. આ જૂથમાં સ્પેનના પાંચ પોઇન્ટ છે, સ્લોવાકિયાના ત્રણ અને પોલેન્ડનો એક પોઇન્ટ છે. સ્વીડન ત્રણમાંથી બે મેચ જીતી ગયું જ્યારે એક મેચ ડ્રો રહી. સ્પેને એક મેચ જીતી હતી જ્યારે બે મેચ ટાઈ હતી.