ખેલ-જગત
News of Monday, 24th June 2019

વિશ્વકપ-2019 :અફઘાનિસ્તાન સામે બાંગ્લાદેશનો 62 રને શાનદાર વિજય

શાકિબ અલ હસનનું ઓલરાઉન્ડર પ્રદર્શન :પાંચ વિકેટ ખેડવી અને ફિફટી ફટકારી

 

વિશ્વકપ-2019માં આજે રમાયેલ મેચમાં અફઘાનિસ્તાન સામે બાંગ્લાદેશનો 62 રને શાનદાર વિજય થયો છે બાંગ્લાદેશના શાકિબ અલ હસનએ ઓલરાઉન્ડર પ્રદર્શન કર્યું હતું શાકિબે પાંચ વિકેટ ઝડપવા સાથે 51 રન ફટકાર્યા હતા સાથે મુશ્ફિકુર રહીમના 83 રનની મદદથી બાંગ્લાદેશે આઈસીસી વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન સામે 62 રને વિજય મેળવ્યો હતો

  અફઘાનિસ્તાનના કેપ્ટને બાંગ્લાદેશ સામે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. અને પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશે 50 ઓવરમાં 7 વિકેટે 262 રન બનાવ્યા હતા. જવાબમાં અફઘાનિસ્તાન 47 ઓવરમાં 200 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. અફઘાનિસ્તાન તરફથી શિનવારીએ સૌથી વધારે 49 રન બનાવ્યા હતા.

  રહમત 24 રને શાકિબનો શિકાર બન્યો હતો. શાહિદી 11, નઈબ 47 અને મોહમ્મદ નબી 00 રને આઉટ થતા અફઘાનિસ્તાને 104 રનમાં 4 વિકેટ ગુમાવી હતી. અશગર અફઘાન 20 રને શાકિબનો શિકાર થયો હતો. અફઘાનિસ્તાને નિયમિત અંતરે વિકેટો ગુમાવતા મેચમાં પરત ફરી શક્યા હતા. શાકિબ અલ હસને 10 ઓવરમાં 29 રન આપી 5 વિકેટ ઝડપી હતી.

    અગાઉ બાંગ્લાદેશનો લિટ્ટન દાસ 16 રને આઉટ થતા શરુઆત ખરાબ રહી હતી. દાસ અને તમિમે પ્રથમ વિકેટ માટે 23 રનની ભાગીદારી નોંધાવી હતી. તમિમ અને શાકિબે 59 રનની ભાગીદારી કરી બાજી સંભાળી હતી. સમયે નબીએ તમિમને 36 રને આઉટ કરી ભાગીદારી તોડી હતી

  શાકિબે શાનદાર ફોર્મ જારી રાખતા 66 બોલમાં 1 ફોર સાથે અડધી સદી પૂરી કરી હતી.જોકે તે 51 રન બનાવી મુજીબ ઉર રહેમાનનો શિકાર બન્યો હતો. સૌમ્યા સરકાર 3 રને આઉટ થયો હતો.

મુશ્ફિકુર રહીમે 87 બોલમાં 4 ફોર અને 1 સિક્સર સાથે 83 રન બનાવી ટીમનો રકાસ ખાળ્યો હતો. અફઘાનિસ્તાન તરફથી મુજીબ ઉર રહેમાને સૌથી વધારે 3 વિકેટ ઝડપી હતી.
અફઘાનિસ્તાનના કેપ્ટને બાંગ્લાદેશ સામે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

(12:43 am IST)