ખેલ-જગત
News of Monday, 24th June 2019

વેસ્ટઈન્ડિઝની ટીમને મોટો ઝટકો :ખતરનાક ઓલરાઉન્ડર આંદ્રે રસેલ વર્લ્ડકપમાંથી બહાર

આંદ્રે રસેલની જગ્યાએ ટીમમાં બેટ્સમેન સુનિલ એમબ્રિસની એન્ટ્રી

ભારતની સામે વર્લ્ડકપ 2019ના 34માં મેચ પહેલાં વેસ્ટઈન્ડિઝની ટીમને મોટો ઝાટકો લાગ્યો છે. વેસ્ટઈન્ડિઝની ટીમના ખતરનાક ઓલરાઉન્ડર આંદ્રે રસેલ વર્લ્ડકપ 2019માંથી બહાર થઈ ગયો છે.

  આંદ્રે રસેલ ઈજાને કારણે હવે વેસ્ટઈન્ડિઝ માટે વર્લ્ડકપનો એક પણ મુકાબલો રમી નહી શકે આંદ્રે રસેલની જગ્યાએ ટીમમાં સુનિલ એમબ્રિસની એન્ટ્રી થઈ છે, જે બેટ્સમેન છે. આંદ્રે રસેલ આની પહેલાં પણ ન્યૂઝીલેન્ડની સામે રમી શક્યો ન હતો. આંદ્રે રસેલ બાંગ્લાદેશની સામે રમ્યો જરૂર પણ આખી મેચ દરમ્યાન ઈજાને કારણે અંદર-બહાર થતો રહ્યો હતો

 આખરે આંદ્રે રસેલને અમ્પાયરે ચેતવણી આપી હતી કે, તમે જે ઈજાને લઈને મેદાનમાં ઉતર્યા છો. તે ઈજાને કારણે તને વધારાનો ફિલ્ડર નહી મળે.

  વિશ્વકપ 2019માં આંદ્રે રસેલએ બેટ્સમેન તરીકે ત્રણ ઈનિંગ્સમાં ફકત 36 રન જ કર્યા છે. જેમાં 3 ચોગ્ગા ને 3 છગ્ગાનો સમાવેશ થાય છે. જ્યારે બોલર તરીકે આંદ્રેના નામે 4 મેચોમાં 5 વિકેટ નોંધાયેલી છે

 અત્રે  ઉલ્લેખનીય છેકે, આંદ્રે રસેલ માટે IPL 2019 ઘણી સારી રહી હતી. સુનીલ એમબ્રિસે વેસ્ટઈન્ડિઝ માટે અત્યાર સુધીમાં ફક્ત 6 વનડે મેચ રમી છે. જેની 5 ઈનિંગ્સમાં કુલ 316 રન ફટકાર્યા છે.આ 5 ઈનિંગ્સમાં સુનીલ એમબ્રિસે એક શતક અને એક અર્ધશતક બનાવ્યો છે. એવામાં મિડલ ઓર્ડર માટે સુનીલ એમ્બિસ વેસ્ટઈન્ડિઝની ટીમ માટે એક સારો વિકલ્પ છે

 . વેસ્ટઈન્ડિઝનું વિશ્વકપ 2019માં 6 મેચોમાં ફક્ત એક મેચમાં જીત નોંધાવી છે. જ્યારે ચાર મેચોમાં ટીમને હાર મળી છે. જ્યારે એક મેચ વરસાદને કારણે રદ્દ થઈ ગઈ હતી. આમ વેસ્ટઈન્ડિઝની સેમીફાઈનલમાં પહોંચવાની આશા પણ લગભગ ખતમ થઈ ગઈ છે.

(9:44 pm IST)