ખેલ-જગત
News of Monday, 24th June 2019

ભારત સામેના પરાજય બાદ હું સુસાઈડ કરવા ઇચ્છતો હતો.': પાકિસ્તાની ટીમના કોચ મિકી આર્થરનો ચોંકાવનારો ખુલાસો

હાર બાદ દરેક ખેલાડીઓ દુઃખી હતા :ચોતરફ્ની ટીક્કાઓથી ખુબ પરેશાન હતા

 

નવી દિલ્હી :વર્ક્ડકપમાં ભારત સામે પરાજય અબ્દ પાકિસ્તાની ટીમ ખુબ જ દુઃખી  હતી ભારતે પાકિસ્તાનને વર્લ્ડ કપ 2019માં 89 રને હરાવ્યું હતું  ઇંગ્લેન્ડમાં રમાઈ રહેલા આઈસીસી વિશ્વ કપ 2019માં ભારતનાં હાથે મળેલી આ હાર બાદ પાકિસ્તાની ક્રિકેટ ટીમનાં કૉચ મિકી આર્થર આત્મહત્યા કરવા માંગતા હતા. આ વાતની જાણકારી તેમણે ખુદ આપી છે.

 પાકિસ્તાનનાં કૉચ મિકી આર્થરે વર્લ્ડ કપમાં સાઉથ આફ્રિકને હરાવ્યા બાદ ટીમની ભરપુર પ્રશંસા કરી હતી. જો કે તેમણે એ પણ કહ્યું કે, ભારતનાં હાથેથી મળેલી હાર બાદ અમારી ટીમની ઘણી ટીકા થઈ. આનાથી હું અને ટીમ ઘણા ખેલાડીઓ દબાવમાં આવી ગયા હતા. તેમણે કહ્યું કે તે એટલા ચિંતિત થઈ ગયા હતા કે સુસાઈડ કરવા ઇચ્છતા હતા.

પાકિસ્તાનનાં કૉચ મિકી આર્થરે કહ્યું, 'વર્લ્ડ કપમાં ભારતીય ટીમ સાથેની મેચ બાદ ખેલાડી થાકી ગયા હતા. દરેક ખેલાડી હાર બાદ થયેલી આલોચના અને મીડિયા, લોકો, સોશિયલ મીડિયા પર આપવામાં આવતી પ્રતિક્રિયાથી દુ:ખી હતા. આશા છે કે જીત બાદ અમારી ટીમ માટે લોકો સારું લખશે. કેટલીકવાર માટે તો પાકિસ્તાનની ટીમે લોકોનાં મોઢા બંધ કરી દીધા હતા. ભારત સામેની હાર બાદ હું સુસાઈડ કરવા ઇચ્છતો હતો.'

 

(9:37 pm IST)