ખેલ-જગત
News of Monday, 24th June 2019

ભારત-પાકિસ્‍તાન ક્રિકેટ મેચમાં યુવકે યુવતિને પ્રપોઝ કર્યું : વીડિયો વાયરલ

નવી દિલ્હી: ભારત હોય કે પાકિસ્તાન બંને દેશના ક્રિકેટ ફેન્સ 4 વર્ષનો ઈન્તેજાર ફક્ત એટલા માટે કરે છે કારણ કે બંને દેશોની ભીંડત જોઈ શકે. ક્રિકેટના મેદાનમાં જેટલું ખેલાડીઓ વચ્ચે મુકાબલો જોવા મળે છે તેનાથી અનેક ગણો બે દિલો વચ્ચે રોમાન્સનો વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે પાકિસ્તાનની ટીમ બેટિંગ કરી રહી છે અને છોકરો સ્ટેડિયમમાં વચ્ચે વચ યુવતીને પ્રપોઝ કરી રહ્યો છે. આ વીડિયોને જોઈને તમે એ વાતનો અંદાજ લગાવી શકો છો કે છોકરીને આ વાતની જાણકારી નહતી કે કોઈ તેને પ્રપોઝ કરવાનું છે.

(5:04 pm IST)