મેચ મુશ્કેલ હતી, પરંતુ મારા આત્મબળ પર વિશ્વાસ હતો : બુમરાહ
સધમ્પ્ટન : બુમરાહે કહ્યું જયારે કેપ્ટનનો વિશ્વાસ તમારામાં હોય ત્યારે ઘણો કોન્ફીડન્સ મળે છે. આનાથી મને મારા વિચારો સ્પષ્ટ રાખવામાં મદદ મળે છે. હું જાણી શકું છું કે મારે કોઈપણ પ્રકારે મારી સ્ટ્રેટેજીનો અમલ કરવાનો છે. અમે જોઈ રહ્યા હતા કે વિકેટ સમયની સાથે ધીમી થઈ હતી એટલે અમે સ્ટમ્પ ટુ સ્ટમ્પ બોલીંગ કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. આ મોટુ મેદાન છે અને અહિં રીવર્સ સ્વિંગ પણ મળી રહી હતી પરંતુ તમારે તમારા યોર્કરમાં વધારે નિર્ભર રહેવુ પડે છે અને પરિસ્થિતિ મુજબ રમવુ પડે છે. આ મુશ્કેલ મેચ હતી, પરંતુ મારા આત્મબળ પર વિશ્વાસ હતો.
શમી વિશે બુમરાહે કહ્યું આવા બોલરોના કારણે અમને સ્વસ્થ પ્રતિસ્પર્ધા મળે છે. અમે અમારી રણનીતિની ચર્ચા સાથે જ કરતા હોઈએ છીએ. જયારે બધા વિકેટ ઝડપીને યોગદાન આપતા હોય તો એ ટીમ માટે સારી બાબત કહેવાય.