ખેલ-જગત
News of Tuesday, 24th May 2022

IPL ના ફાઇનલની ટિકિટના ભાવ રૂા-૫૦૦ થી ૨૦ હજારમાં મળશે

ટિકિટનું ઓનલાઇન વેચાણ

નવી દિલ્‍હીઃ આઇપીએલની કવોલિફાયર અને ફાઇનલ મેચ  દુનિયાના સૌથી મોટા ક્રિકેટ ગ્રાઉન્‍ડ નરેન્‍દ્ર મોદી સ્‍ટેડિયમમાં રમવાની છે. ક્રિકેટ રસિકો મેચ પહેલા ટિકિટની વ્‍યવસ્‍થા કરવામાં લાગી ગયા છે. ટિકિટનું વેચાણ ઓનલાઇન જ રાખવામાં આવ્‍યું છે.
અમદાવાદમાં ૨૭ અને ૨૯મી તારીખે રમાનારી આઇપીએલની કવોલિફાયર અને ફાઇનલ મેચની ટિકિટનો ભાવ ૫૦૦ રૂપિયાથી લઇને ૨૦૦૦૦ રૂપિયા સુધીનો છે. સોેથી ઊંચી પ્રીમિયમ સ્‍ટેન્‍ડની ટિકિટ ખરીદનારા દર્શકો ખેલાડીઓને એકદમ નજીકથી જોઇ શકે છે. ૨૭મી તારીખે રમાનારી કવોલિફાયર મેચમાં સૌથી નીચી બ્‍લોક-પી લોઅર અને બ્‍લોક-કયૂ લોઅરની ૫૦૦ રૂપિયા ટિકિટ હશે અને આ સાથે અલગ-અલગ ૧૦૦૦ થી ૧૨૫૦૦ સુધીની ટિકિટ રાખવામાં આવી છે. જાણો ક્‍યાં બેસવાની કેટલી ટિકિટ થશે.(૩૯.૫)

 

(4:15 pm IST)