News of Friday, 24th May 2019
અમારા માટે વિશ્વકપની પ્રારંભિક મેચ મહત્વની છેઃ વિરાટ કોહલી
મુંબઇઃ વિશ્વકપ ક્રિકેટ મેચ શરૂ થવા આડે હવે થોડા દિવસ બાકી છે ત્યારે ક્રિકેટ રસિકોમાં પણ ક્રિકેટને લઇને ભારે ઉત્સાહ છવાયો છે. ત્યારે વિરાટ કોહલીના નેતૃત્વવાળી ભારતીય ક્રિકેટ ટીમ આ વર્લ્ડકપ માટે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે.
વિરાટ કોહલીએ જણાવ્યું હતું કે અમારા માટે પ્રારંભિક મેચ મહત્વની હોય છે અને અમે દરેક મેચ જીતવા માંગીએ છીએ.
ભારતીય ક્રિકેટ ટીમ પ જુને દક્ષિણ આફ્રિકા અને તા.૧૬ જુને પાકિસ્તાન સામે ટકરાશે
(5:20 pm IST)