ખેલ-જગત
News of Friday, 24th May 2019

ધોનીએ પાંચમા સ્થાને બેટીંગ કરવી જોઈએ, તે મેચને અંત સુધી લઈ જઈ શકે : સચિન

મુંબઈ, તા. ૨૪ : આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપથી પહેલા માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે ટીમ ઇન્ડિયાના વિકેટકીપર બેટ્સમેન  મહેન્દ્ર સિંહ ધોનીન ે લઇને  મોટું  નિવેદન આપ્યું છે. સાચું કહેવામાં આવે તો આ નિવેદન માત્ર કેપ્ટન કોહલી નહીં  પરંતુ  ધોનીની બેટિંગ ઑર્ડરને લઇને ઘણા દિવસોથી ચાલી રહેલા  વિવાદનું સમાધાન પણ સાબિત થઇ શકે છે.

સચિને  તેંડુલકરે કહ્યું  કે મારું પર્સનલ મંતવ્ય  છે કે ધોનીને પાંચમા સ્થાને બેટિંગ કરવી જોઇએ, જો કે મને હજુ સુધી ખબર નથી કે ભારતનો વર્લ્ડ કપ ૨૦૧૯માં કૉમ્બિનેશન કેવું હશે. પરંતુ તમે શિખર ધવન અને રોહિત શર્મા ઇનિંન્ગની  આગેવાની કરે છે અને વિરાટ  કોહલી  નંબર  ત્રણ પર આવે છે તો નંબર ચાર પર કોઇ પણ ખેલાડી આવે. હાં, ધોનીએ નંબર પાંચ પર બેટિંગ કરવા ઊતરવું જોઇએ અને આ ટીમ માટે ફાયદાકારક  સાબિત  થઇ  શકે છે.'

સચિને આગળ કહ્યું, 'ધોની બાદ પૉવર હિટર હાર્દિક પંડ્યાને બેટિંગ માટે આવવું જોઇએ. આ રીતે તમે અનુભવી બેટ્સમેનનો ઉપયોગ કરી શકે છે અને ધોની મેચને અંત સુધી લઇ જઇ શકે છે. ત્યારે હાર્દિક સાથે વિસ્ફોટક બેટિંગ કરી શકે છે.

(3:49 pm IST)