ખેલ-જગત
News of Thursday, 24th May 2018

ગરમીના કારણે સ્લો ઓવર - રેટ : ફલેમીંગ

આ વર્ષે આઈપીએલની મેચોમાં બોલીંગનો ઓવર-રેટ ઓછો રહ્યો હતો અને આ મુદ્દે ચેન્નઈનાં કોચ સ્ટીફન ફલેમીંગે ગરમીને કારણભૂત ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે ભારતમાં ઉનાળાની ગરમી ભયાનક છે. વાતાવરણ ભેજવાળુ હોય છે અને ક્રિકેટરો થાકી જાય છે. આના કારણે મુંબઈમાં બોલરોનો ઓવર-રેટ ઓછો રહ્યો હતો. ફાઈનલમાં પણ આવી જ હાલત રહે એવી શકયતા છે.

 

(1:03 pm IST)