ખેલ-જગત
News of Thursday, 24th May 2018

વિરાટ કોહલી કાઉન્ટી ક્રિકેટ નહીં રમે :ઇંગ્લેન્ડ પ્રવાસ અને પણ અનિશ્ચિતતા

સ્લીપ ડિસ્કથી પરેશાન કોહલીને સ્પાઈનલ નર્વ્સમાં નુકશાન

ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી કાઉન્ટી ક્રિકેટ નહીં રમે.તેવા અહેવાલ મળી રહ્યાં છે મુંબઈ નિરરના અહેવાલ મુજબ વિરાટ કોહલી સ્લિપ ડિસ્કથી પરેશાન છે અને તેના સ્પાઈનલ નર્વ્સમાં નુકસાન થયું છે

   તેના લેટેસ્ટ મેડિકલ રિપોર્ટ અનુસાર ડોક્ટર્સે તેને કાઉન્ટી ક્રિકેટમાં ન રમવાની સલાહ આપી છે. અહેવાલ અનુસાર આ સમસ્યા એટલી વધારે છે કે ટીમ ઇન્ડિયાના ઇંગ્લેન્ડ પ્રવાસ રમવું મુશ્કેલ લાગે છે.

(12:03 pm IST)