ખેલ-જગત
News of Wednesday, 24th April 2019

૬૪ વર્ષના ડોકટર પાસે સચિનની સ્પેશ્યલ સિરિયલ નંબર વાળી નોટોનું છે કલેકશન

વર્લ્ડમાં સચિનના લાખો નહીં, કરોડો ફેન્સ છે જે સચિન માટે કંઈ પણ કરી છૂટવા તૈયાર છે. યુપીનો સુધીરકુમાર ગૌતમ જે ૨૦૦૭થી દરેક મેચમાં શરીર પર ભારતનો તિરંગો અને તેન્ડુલકર પેઇન્ટ કરીને સ્ટેડિયમમાં ટીમ-ઇન્ડિયાનો ઉત્સાહ વધારવા જાય છે. આવા જ એક ડાઇ-હાર્ટ ફોલોઅર છે સાંતાક્રુઝમાં રહેતા ૬૪ વર્ષના હોમિયોપથી ડોકટર જવાહર શાહ. તેમણે સ્પેશ્યલ કરન્સી નોટનું કલેકશન કર્યું છે. તેમણે સચિનના યાદગાર સિદ્ઘિ મેળવવાના દિવસની તારીખોવાળી જૂની અને નવી કરન્સી નોટો કલેકટ કરી છે. ધારો કે સચિને ૧૫ નવેમ્બર ૧૯૮૯માં ટેસ્ટ-ડેબ્યુ કર્યું હતું તો જવાહરભાઈએ ૧૫૧૧૧૯૮૯ સિરિયલ નંબરવાળી નોટ કલેકટ કરી હતી. આવી ઢગલાબંધ સ્પેશ્યલ નંબરવાળી નોટ તેમણે કલેકટ કરીને એક મોટી બુક બનાવી છે અને આ બુકમાં તેઓ સચિનના ઓટોગ્રાફ લઈને ઓકશન કરવા માગે છે અને એની સંપૂર્ણ રકમ તેઓ જોઈ ન શકતા લોકોના ભલા માટે વાપરવા માગે છે. તેઓ જૈનોના મહારાજસાહેબોની સારવાર ફ્રી કરે છે. તેમણે કહ્યું કે સચિન બીજા પ્લેયરો કરતાં ઘણો વિવેકી છે. તે કયારેય કોઈ વિવાદમાં નથી પડતો. તેણે કયારેય કોઈ વિશે ખોટી ટીકા નથી કરી. તેના રેકોર્ડ્સ તો કાલે કોહલી કે બીજું કોઈ તોડી નાખશે, પણ તેના જેવું ચરિત્ર બીજા કોઈ ખેલાડીમાં નહીં મળે.

(4:04 pm IST)