ખેલ-જગત
News of Wednesday, 24th April 2019

આજે માસ્ટર બ્લાસ્ટરનો બર્થ-ડે

૪૭માં વર્ષમાં પ્રવેશ : સૌથી વધુ સદી રવિવારે જ બનાવી છે : ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સમાં સચિનનું નામ ક્રિકેટના ૧૯ વિશ્વ વિક્રમના લીધે રજીસ્ટર છે

ભારતનો વર્તમાન કેપ્ટન વિરાટ કોહલી ભલે એક-બે વર્ષમાં સચિનનો ૧૦૦ ઇન્ટરનેશનલ સેન્ચુરીનો એવરેસ્ટ જેવો વર્લ્ડ રેકોર્ડ તોડી નાખે, પરંતુ માસ્ટરબ્લાસ્ટર માટે લોકોનો પ્રેમ અને આદર હંમેશાં અકબંધ રહેશે. સચિને ૧૯૮૯માં કરાચીમાં ટેસ્ટ-ડેબ્યુ કર્યું હતું અને ઇમરાન ખાન, વસિમ અકરમ અને વકાર યુનિસ જેવા ઝંઝાવાતી બોલરોનો નીડરતાપૂર્વક સામનો કર્યો હતો. સિયાલકોટ ટેસ્ટમાં બોલ તેના નાક પર વાગ્યો હતો અને લોહી નીકળ્યું હોવા છતાં સ્વસ્થ થઈને તેણે ફિફ્ટી પૂરી કરી હતી.

૧૯૯૯ના વર્લ્ડ કપમાં પિતાની અંતિમ વિધિ પૂરી કરીને તરત કેન્યા સામે વર્લ્ડ કપ મેચ રમવા પાછો ફયોર્ એ દેખાડે છે કે તેને માટે દેશ પહેલાં, પરિવાર પછી છે. વર્લ્ડ કપ જીતવાનું નાનપણથી જોયેલું ડ્રીમ ૨૦૧૧માં પૂરું થયું હતું જેમાં તેણે પોતે સેકન્ડ હાઇએસ્ટ ૪૮૨ રન ફટકાર્યા હતા. ૨૦૧૩માં તે ૨૦૦ ટેસ્ટ રમનાર વિશ્વનો પહેલો અને એકમાત્ર ખેલાડી બન્યો હતો. તેણે દરેક મોટી બ્રેન્ડને એન્ર્ડોસ કરી છે. વિશ્વનાં ૯૫ ગ્રાઉન્ડ પર બેટિંગ કરી છે જે એક વર્લ્ડ રેકોર્ડ છે.

ટેસ્ટ ક્રિકેટમાં ૯૯.૯૪ની મેજિક એવરેજ ધરાવનાર ઓસ્ટ્રેલિયાના સર ડોન બ્રેડમેન સાથે ૧૯૯૮માં મુલાકાત કરવાનો તેને મોકો મળ્યો હતો. ઘણાબધા રેકોર્ડ આજની તારીખમાં તેના નામે છે. ભારત રત્ન સહિત ભારતનાં તમામ નાગરિક સન્માન તેણે મેળવ્યાં છે છતાં તેનામાં કયારેય અહંકાર આવ્યો નથી. પગ હંમેશાં જમીન પર રાખવા જોઈએ એ આ વાત તે બખૂબી સમજે છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ દ્વારા ૨૦૧૫માં વર્લ્ડ કપનો તે બ્રેન્ડ-એમ્બેસેડર બનાવવામાં આવ્યો હતો જે સાબિત કરે છે કે તેની લોકપ્રિયતાથી કોઈ પણ ટુર્નામેન્ટની ટીઆરપી (ટેલિવિઝન રેટિંગ પોઇન્ટ્સ) વધી શકે છે. ગિનેસ વર્લ્ડ રેકોડ્સર્માં તેના નામે ૧૯ વર્લ્ડ રેકોર્ડ રજિસ્ટર્ડ થયા છે.

(4:05 pm IST)