ખેલ-જગત
News of Tuesday, 24th April 2018

માસ્ટર બ્લાસ્ટર સચિનને મેદાન પર સુનિલ ગાવસ્કરે જન્મદિનની આપી સ્પેશિયલ ગિફ્ટ

 

મુંબઈ :આજે સચિન તેંદુલકરનો 45મો જન્મદિવસ છે જ્યારે તે મુંબઈ ટીમ સાથે સ્ટેડિયમમાં જોવા મળ્યો ત્યારે તેના નામનો શોર ચારેબાજુ સંભળાતો હતો કોમેન્ટ્રી કરી રહેલા સીનિયર ક્રિકેટર સુનિલ ગાવસ્કરે મેચ શરૂ થતાં પહેલા સચિનને જ્યારે મળ્યા ત્યારે તેના હાથમાં એક બેગ જોવા મળી હતી. જે બેગમાં સચિન માટે એક ખાસ ગિફ્ટ હતી. કોમેન્ટ્રી દરમિયાન જ્યારે તેને વિશે પૂછવામાં આવ્યું ત્યારે તે જવાબ આપતાં અચકાતાં હતાં પરંતુ જ્યારે તેમને આગ્રહ કરવામાં આવ્યો ત્યારે તેમણે જણાવ્યું કે બેગમાં સચિન માટે સ્પેશિયલ ગિફ્ટ હતી. તેમણે જણાવ્યું કે બેગમાં આફ્ટર શેવ લોશન હતું. જે સચિનને ખૂબ પસંદ છે. આથી મેં તેને ગિફ્ટ આપી હતી

. વાનખેડે સ્ટેડિયમ તો સચિન તેંદુલકરનું હોમ ગ્રાઉન્ડ છે.

 IPL-11નો 23મો મુકાબલો મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં હતો. પૂર્વ ભારતીય ક્રિકેટર અને મુંબઈ ઈન્ડિયન્સ ટીમના મેન્ટોર સચિન મુંબઈની ટીમ સાથે સ્ટેડિયમમાં પહોંચ્યો હતો. જ્યારે તે મેદાન પર જોવા મળ્યો ત્યારે ફેન્સ સચિનસચિનના નામની બૂમો પાડતાં જોવા મળ્યાં હતાં.

 

(12:37 am IST)