ખેલ-જગત
News of Tuesday, 24th April 2018

લિવરપૂલ ફૂટબોલ ક્લબના મોહમ્મદ સાલાહને પ્લેયર ઓફ ધ યર એવોર્ડ આપવામાં આવ્યો

નવી દિલ્હી:લિવરપૂલ ફૂટબોલ ક્લબના ફોરવર્ડ મોહંમદ સાલાહને શાનદાર સિઝન બદલ ઇંગ્લેન્ડના પ્રોફેશનલ ફૂટબોલર્સ એસોસિયેશન (PFA) પ્લેયર ઓફ ધ યરના એવોર્ડથી નવાજવામાં આવ્યો હતો. સાલાહ આ પ્રતિષ્ઠિત એવોર્ડ જીતનાર લિવરપૂલ ક્લબનો સાતમો અને ઇજિપ્તનો પ્રથમ ખેલાડી બન્યો છે. માન્ચેસ્ટર સિટીનો કેવિન ડી બ્રુન પણ આ એવોર્ડ જીતવા માટેનો દાવેદાર હતો પરંતુ તે બીજા સ્થાને રહ્યો હતો જ્યારે ટોટનહામનો સ્ટ્રાઇકર હેરી કેન ત્રીજા સ્થાને રહ્યો હતો. સાલાહે આ સિઝનમાં ૪૬ મેચમાં ૪૧ ગોલ કર્યા છે અને તે લિવરપૂલ તરફથી એક સિઝનમાં સૌથી વધુ ગોલ કરવાના રેકોર્ડથી બે ગોલ પાછળ છે. સાલાહે પ્રીમિયર લીગમાં ૩૩ મેચમાં ૩૧ ગોલ કર્યા છે તેને હજુ પ્રીમયિર લીગની ત્રણ મેચ રમવાની છે.

(5:49 pm IST)