News of Tuesday, 24th April 2018
સપના ચૌધરીના ગીત પર મસ્ત ડાન્સ કરતા ક્રિસ ગેઈલનો વિડિયો વાઈરલ
હરિયાણાની સિંગર સપના ચૌધરીનું નામ ઉત્તર ભારતમાં લોકપ્રિય છે, પણ તેના સિન્ગિંગ અને ડાન્સિંગનો ક્રેઝ ઈન્ટરનેશનલ ક્રિકેટરોને લાગ્યો છે. આઈપીએલમાં પંજાબની ટીમ વતી રમી રહેલા તોફાની અને વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેઈલનો એક વિડિયો સોશ્યલ મીડિયામાં વાઈરલ થયો છે જેમાં તે સપના ફેમસ ગીત 'તેરી આંખ્યા કા યો કાજલ' પર ડાન્સ કરી રહયો છે. તેણે સફેદ રંગનો સૂટ પહેર્યો છે. ઈન્સ્ટાગ્રામ પર આ વિડિયો સપના ચૌધરીએ શેર કર્યો છે. તેણે લખ્યું છે કે 'ઈન્ટરનેટ પર મને આ શું મળ્યું. ક્રિસ ગેઈલ, તું સારો ડાન્સર છે.'
(4:30 pm IST)