ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા બનશે મમ્મી: શોએબે આપી અલગ અંદાજમાં ખુશખબરી
ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા મમ્મી બનશે તેમના પતિ અને પાકિસ્તાની ક્રિકેટ ટીમના ખેલાડી શોએબ મલિકે આ ખુશખબરી આપી છે સોમવારે શોએબે આ વિશે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. ટ્વિટર પર મલિકે આની સાથે કેપ્શનમાં લખ્યું, 'મિર્ઝા મલિક', કેપ્શન આગળ દિલ અને બાળકની ડિઝાઈનવાળી સ્માઈલી ઈમોઝી મૂકવામાં આવી છે.
ફોટોમાં ત્રણ તિજોરીઓ દેખાઈ રહી છે. પહેલી સાનિયાની છે, જેના પર લખ્યું છે - મિર્ઝા, તે ભાગમાં તેમનું સામાન રાખેલું નજરે પડી રહ્યું છે. જ્યારે જમણી બાજુની તિજોરી શોએબની છે, જેમાં ટી-શર્ટી પર લખ્યું છે- મલિક. બંને તિજોરીઓ વચ્ચે વાળી તિજોરીમાં મિર્ઝા-મલિક લખ્યું છે, જેમાં નાના આકારની ટી-શર્ટ મૂકવામાં આવી છે. આ તેમના થનાર બાળકની તિજોરી છે.
તિ ઉપરાંત સાનિયાએ પણ આ ફોટોને પોતાના ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ કર્યો છે. તેમને કેપ્સનમાં લખ્યું છે, 'બેબી મિર્ઝા મલિક' સાનિયાના માં બનવાની જાણકારી પર તેમના ફેન્સ અને અન્ય સોશિયલ મીડિયા યૂઝર્સે તેમને શુભેચ્છા આપી.