ટીમ ઇન્ડિયા અને આઇપીએલ મુંબઇ ઇન્ડિયન્સનો ઓલરાઉન્ડર ક્રિકેટર કૃણાલ પંડ્યાનો જન્મદિનઃ કોરોનાના કારણે ભાઇ જુનિય પંડ્યાએ ૦ કેલેરી કેક ખવડાવી
નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયા અને આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સનો ઓલરાઉન્ડર ક્રિકેટર ક્રુણાલ પંડ્યા આજે પોતાનો 29મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. ક્રુણાલે પોતાના આ જન્મદિવસની ઉજપણી ઘરમાં જ કરવી પડશે કારણ કે દેશ કોરોના વાયરસને કારણે લૉકડાઉનમાં છે. પરંતુ આ તકે તેનો ભાઈ હાર્દિક પંડ્યા જરૂર તેની સાથે છે. જૂનિય પંડ્યાએ પોતાના બર્થડે બોય ભાઈને આ તક પર ફીલિંગ વાળી 0 કેલેરી કેક પણ ખવડાવી હતી.
હાર્દિક પંડ્યાએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર ક્રુણાલની સાથે એક તસવીર શેર કરી છે, જેમાં તે તેને કેક ખવડાવવાની એક્ટિંગ કરી રહ્યો છે અને ક્રુણાલ પણ પોતાના ભાઈના હાતથી આ એક્ટિંગ ભરી કેક ખાવાની મજા લઈ રહ્યો છે.
હાર્દિકે આ તસવીરને પોસ્ટ કરતા કેપ્શનમાં લખ્યું, 'હેપી બર્થડે ભાઈ. આઇસોલેશનમાં આપણે એકબીજાનું ધ્યાન રાખી રહ્યાં છીએ, તો તમારા માટે આ છે મારી ઝીરો કેલેરી વાળી કેક. તને ઘણો બધો પ્રેમ ક્રુણાલ પંડ્યા.'