ખેલ-જગત
News of Sunday, 24th March 2019

આઈપીએલ : કોલકાતાની સનરાઈઝર્સ ઉપર જીત થઈ

ડેવિડ વોર્નરના ઝંઝાવતી ૫૩ બોલમાં ૮૫ રન : જીતવા માટેના ૧૮૨ રન કોલકાતાએ ૧૯.૪ ઓવરમાં બનાવી લીધા : રસેલે માત્ર ૧૯ બોલમાં ૪૯ રન ફટકાર્યા

કોલકાતા, તા. ૨૪ : કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન ખાતે રમાયેલી મેચમાં આજે કોલકાતા નાઈટ રાઈડર્સે ઘરઆંગણે સનરાઈઝ હૈદરાબાદ ઉપર રોમાંચક જીત મેળવી હતી. પ્રથમ બેટીંગ કરતા સનરાઈઝ હૈદરાબાદે ૨૦ ઓવરમાં ત્રણ વિકેટે ૧૮૧ રન બનાવ્યા હતા. ડેવિડ વોર્નરે ૫૩ બોલમાં નવ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી ઝંઝાવતી ૮૫ રન બનાવ્યા હતા. જેના જવાબમાં કોલકાતા નાઈટ રાઈડર્સે આ રન ૧૯.૪ ઓવરમાં બનાવી લીધા હતા.

 રસેલ ૧૯ બોલમાં ચાર ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી ૪૯ રન બનાવીને નોટઆઉટ રહ્યો હતો. આ ઉપરાંત રાણાએ ૪૭ બોલમાં ૬૮ રન ફટકાર્યા હતા. આ મેચ જોવા માટે મોટી સંખ્યામાં ચાહકો ઉપસ્થિત રહ્યા હતા. ક્રિકેટ ચાહકોમાં હવે જોરદાર ક્રેઝ રહેનાર છે. ટુર્નામેન્ટના ફોર્મેટની વાત કરવામાં આવે તો આ સ્પર્ધા ડબલ રાઉન્ડ રોબિન અને નોટ આઉટના આધાર પર રમાનાર છે. આઠ ટીમો વચ્ચે હવે જંગ ખેલાશે.  કુલ ૬૦ ટ્વેન્ટી- ૨૦ મેચો સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન રમાશે.

સ્કોરબોર્ડ : કોલકાતા

સનરાઈઝ ઈનિંગ્સ :

વોર્નર

કો.ઉથપ્પા બો.રસેલ

૮૫

બેરશો

બો.ચાવલા

૩૯

શંકર

અણનમ

૪૦

પઠાણ

બો.રસેલ

૦૧

પાંડે

અણનમ

૦૮

વધારાના

 

૦૮

કુલ

(૨૦ ઓવરમાં ત્રણ વિકેટે)

૧૮૧

પતન  : ૧-૧૧૮, ૨-૧૪૪, ૩-૧૫૨.

બોલિંગ : ક્રિષ્ના : ૪-૦-૩૧-૦, ચાવલા : ૩-૦-૨૩-૧, ફરગુસન : ૪-૦-૩૪-૦, નારેન : ૩-૦-૨૯-૦, કુલદીપ : ૨-૦-૧૮-૦, રસેલ : ૩-૦-૩૨-૨, રાણા : ૧-૦-૯-૦.

કોલકાતા નાઈટ રાઈડર્સ ઈનિંગ્સ :

લીન

કો.રસીદ બો.શાકીબ

૦૭

રાણા

એલબી બો.રસીદ

૬૮

ઉથપ્પા

બો.પોલ

૩૫

કાર્તિક

કો.કુમાર બો.સંદીપ

૦૨

રસેલ

અણનમ

૪૯

સુભમન

અણનમ

૧૮

વધારાના

 

૦૪

કુલ

(૧૯.૪ ઓવરમાં ૪ વિકેટે)

૧૮૩

પતન : ૧-૭, ૨-૮૭, ૩-૯૫, ૪-૧૧૮.

બોલિંગ : કુમાર : ૪-૦-૩૭-૦, શાકીબ : ૩.૪-૦-૪૨-૧, સંદીપ : ૪-૦-૪૨-૧, કોલ : ૪-૦-૩૫-૧, રશીદ : ૪-૦-૨૬-૧.

(9:27 pm IST)