ખેલ-જગત
News of Wednesday, 24th February 2021

અમદાવાદના નરેન્‍દ્ર મોદી ક્રિકેટ સ્‍ટેડિયમમાં હવે 6 મહિનામાં ઓલિમ્‍પિક, એશિયાડ અને કોમનવેલ્‍થ જેવી રમતો રમી શકાશેઃ 600 સ્‍કૂલને સ્‍ટેડિયમ સાથે જોડાશે

અમદાવાદ: વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું નામ નરેન્દ્ર મોદી કરવામાં આવ્યુ હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જાહેરાત કરી છે કે અમે અહી આ રીતની સુવિધા કરી દીધી છે કે 6 મહિનામાં ઓલમ્પિક, એશિયાડ અને કોમનવેલ્થ જેવા રમતનું આયોજન કરી શકે છે. અમદાવાદને હવે સ્પોર્ટ્સ સિટી તરીકે ઓળખવામાં આવશે.

અમિત શાહે કહ્યુ કે, નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એક સ્વપ્ન જોયુ હતું, જે હવે પુરૂ થયુ. નવા સ્ટેડિયમને વિશ્વના સૌથી મોટા અને સૌથી હાઇટેક સ્ટેડિયમ તરીકે વિકસિત કરવામાં આવ્યુ છે. ગૃહમંત્રીએ કહ્યુ કે, હું નરેન્દ્ર મોદી સાથે લાંબા સમયથી કામ કરી રહ્યો છું, તેમણે હંમેશા યુવાઓને રમત માટે પ્રોત્સાહિત કર્યા છે. ખેલો ઇન્ડિયા યોજના હેઠળ આ વિજનને ગામ-ગામ સુધી પહોચાડવામાં આવી રહ્યુ છે.

અમિત શાહે જાહેરાત કરી કે આશરે 600 સ્કૂલને આ સ્ટેડિયમ સાથે જોડવામાં આવશે, તમામ સ્કૂલના બાળકોને અહી લાવવામાં આવશે અને રમવાની તક આપવામાં આવશે. અમિત શાહે જણાવ્યુ કે સ્ટેડિયમ પાસે જે સ્પોર્ટ્સ કોમ્પલેક્સ બની રહ્યો છે, તેને પુરા વિસ્તારમાં 20 સ્ટેડિયમ તૈયાર કરવામાં આવશે જેમાં અલગ-અલગ સ્પોર્ટ્સ માટે વ્યવસ્થા હશે.

અમિત શાહે કહ્યુ કે, કોંગ્રેસે પોતાના કાર્યકાળમાં સરદાર પટેલને ભૂલાવવાનું કામ કર્યુ છે પરંતુ નરેન્દ્ર મોદીએ એવુ કામ કર્યુ જેને કારણે વર્ષો સુધી સરદાર પટેલનું નામ મિટાવી શકતા નથી. ગૃહમંત્રીએ કહ્યુ કે, જે લોકો પોતાના પરિવારમાં સમેટાયેલા છે, તે તમામ લોકોને જવાબ છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગુજરાતીમાં સંબોધિત કર્યુ હતું. વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્દઘાટન કરી મને આનંદ થયો છે. આ પ્રસંગે તમામ દેશ વાસીઓ અને ક્રિકેટ ચાહકોને અભિનંદન પાઠવુ છું

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આ સ્ટેડિયમના ઉદ્દઘાટન પર કહ્યુ કે નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી તરીકે આ સ્ટેડિયમનું સ્વપ્ન જોયુ હતું, જે હવે પુરૂ થઇ ગયુ છે. રાષ્ટ્રપતિએ કહ્યુ કે ક્રિકેટ સાથે આપણે અન્ય રમતો પર પણ ધ્યાન આપવુ પડશે, જેથી તે દુનિયામાં દેશનું નામ રોશન કરી શકે. આવનારા સમયમાં સરદાર વલ્લભભાઇ પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ, અમદાવાદ શહેરને સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દ્રષ્ટીથી આખા વિશ્વમાં એક નવી ઓળખ અપાવશે.

(4:48 pm IST)