ખેલ-જગત
News of Monday, 23rd November 2020

૨૦૦૩ વર્લ્ડ કપમાં સચિને અમારી સામેની ૯૮ રનની ઇનિંગ બેસ્ટ હતીઃ ઇન્ઝમામ

નવી દિલ્હી,તા. ૨૩: પાકિસ્તાન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ પ્લેયર ઇન્ઝામ -ઉલ-હકને લાગે છે કે વર્લ્ડ કપ ૨૦૦૩માં સચિન તેન્ડુલકર પાકિસ્તાન સામે રમ્યો હતો. એ ૯૮ રનની ઇનિંગ્સ તેની સાથે બેસ્ટ ઇનિંગ્સ હતી. ૨૦૦૩ના વર્લ્ડ કપના ગ્રુપ-સ્ટેજમાં ભારત-પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચમાં ભારતે જીત હાંસલ કરી હતી. જેમાં સચિને ૯૮ રનનું યોગદાન આપ્યું હતું.

ઇન્ઝમામે કહ્યું કે 'મેં સચિનને રમતાં ઘણી વાર જોયો છે પણ એ મેચમાં તે જે પ્રમાણે રમ્યો હતો એ પ્રમાણે રમતાં મેં તેને પહેલા કયારેય ન હોતો જોયો. એ સમયની પરિસ્થિતીમાં તે અમારા ફાસ્ટ બોલર્સ સામે જે પ્રમાણે રમતાં મેં તેને પહેલા કયારેય ન હોતો જોયો. એ સમયની પરિસ્થિતીમાં તે અમારા ફાસ્ટ બોલર્સ સામે જે પ્રમાણે રમ્યો હતો એ અદ્ભૂત હતું. મારા ખ્યાલથી શોએબ અખ્તરે તેને આઉટ કર્યો ત્યારે તેણે કદાચ ૯૮ રન બનાવ્યા હતા. હું માનું છું કે એ સચિનની બેસ્ટ ઇન્િંગ્સ હતી. જે પ્રેશર મેચમાં હતું એ બધુ તેણે હટાવી દીધું હતું. સારી ગુણવતાવાળા ફાસ્ટ બોલર્સ સામે તે ઉચ્ચ કક્ષાની ઇનિગ્સ રમ્યો હતો. જે પ્રમાણે તેણે બાઉન્ડરીઓ ફટકારી હતી.

(3:37 pm IST)