ખેલ-જગત
News of Tuesday, 23rd October 2018

રોમેન રેંગ્સને થયું લ્યુકેમિયા કેન્સર : WWEમાંથી નામ પાછું ખેંચી લીધું

નવી દિલ્હી :WWEના વર્તમાન સુપરસ્ટાર રોમેન રેંગ્સે આખરે લ્યુકેમિયા કેન્સર હોવાનું રિવીલ કર્યું છે. સોમવારના મન્ડે નાઇટ રોના એપિસોડમાં રોમેને આ વાત પોતાના ફેન્સને કહી ત્યારે તે ઇમોશનલ થઇ ગયો હતો.

  આ સાથે રોમેને WWEમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે કારણ કે હવે તે પોતાન પરિવાર સાથે રહેવા માગે છે અને લ્યુકેમિયા કેન્સર સામે લડવા માગે છે.

(8:54 pm IST)