ખેલ-જગત
News of Tuesday, 23rd October 2018

પાકિસ્તાનમાં પણ જસપ્રીત બુમરાહ લોકપ્રિય: બાળકો કરી રહ્યા છે ફોલો!

નવી દિલ્હી :ટીમ ઇન્ડિયાનો સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ હાલ આરામ ફરમાવી રહ્યો છે. હાલમાં બુમરાહે પોતાના ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં એક બાળક તેની એક્શનની નકલ કરતો જોવા મળી રહ્યો છે.

  બાળક પાકિસ્તાનનો રહેવાસી છે અને તે બુમરાહની જેમ બોલ પકડે છે, તેની જેમ દોડે છે અને પછી બોલ ફેકે છે. આમ બુમરાહ ભારતમાં નહીં પાકિસ્તાનમાં પણ લોકપ્રિય છે.

(3:41 pm IST)