ખેલ-જગત
News of Tuesday, 23rd October 2018

વિશ્વ કુસ્તી સ્‍પર્ધામાં ભારતીય પહેલવાનને સિલ્વર મેડલ

 

નવી દિલ્હીઃ ભારતીય પહેલવાન બજરંગ પૂનિયાને વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ફ્રીસ્ટાઈલ કુશ્તીના ટાઈટલ મુકાબલામાં હારનો સામનો કરવો પડ્યો છે. જાપાનના તાકુટો ઓટુગુરોએ તેમને પુરુષોના 65 કિલોગ્રામ વેટ કેટેગરીની ફાઈનલમાં 16-9થી હરાવી દીધા. જોકે હાર છતાં તે રેકોર્ડ બનાવવામાં સફળ રહ્યા. તે ટૂર્નામેન્ટમાં બે મેડલ જીતનારા પહેલા ભારતીય પહેલવાન બની ગયા છે. જણાવી દઈએ કે તેમણે 2013માં ફ્રીસ્ટાઈલ કુશ્તીના 60 કિલોગ્રામ વર્ગમાં બ્રોન્જ મેડલ જીત્યો હતો.

ગોલ્ડ મેડલથી ચૂક્યો પૂનિયા

ભારતને વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પહેલા માત્ર એક ગોલ્ડ મેડલ સુશીલ કુમારે અપાવ્યો હતો. બે વખતે ઓલિમ્પિક મેડલ વિજેતાએ 2010માં મોસ્કોમાં થયેલી ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેળવ્યો હતો. ટાઈટલ મુકાબલો છોડી દેવામાં આવે તો ઓલિમ્પિક મેડાલિસ્ટ યોગેશ્વર દત્તને ફોલો કરનારા યુવા પહેલવાન માટે વર્ષ જબરજસ્ત રહ્યું. તેમણે વર્ષે ઓસ્ટ્રેલિયામાં ગોલ્ડ કોસ્ટમાં થયેલી કોમનવેલ્થ ગેમ્સ અને ઈન્ડોનેશિયાના જકાર્તામાં થયેલી એશિયાડમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.

આવો રહ્યો મુકાબલો

હંગરીના બુડાપેસ્ટમાં થયેલા મુકાબલામાં 24 વર્ષીય ભારતીય પહેલવાન શરૂઆતમાં પ્રેશરમાં આવી ગયો હતો. જાપાની રેસલરે 5 પોઈન્ટ લઈને તેમને પ્રેશરમાં લાવી દીધો હતો. બાદ બજરંગે પણ પલટવાર કર્યો અને બે-બે પોઈન્ટ લઈને સ્કોર 4-5 કરી દીધો. બાદ તાકુટોએ બે પોઈન્ટ વધારે લીધા, જેથી તેની પાસે 3 પોઈન્ટની લીડ મળી ગઈ. જોકે બજરંગે જબરજસ્ત ફાઈટ આપાતા 2 પોઈન્ટ કર્યો અને સ્કોર 6-7 કરી નાખ્યો.

16-9થી ફાઈનલમાં મળી હાર

બ્રેક બાદ જ્યારે મુકાબલો શરૂ થયો તો બજરંગ પોતાના દાવમાં ફસાઈ ગયો અને વિપક્ષી પહેલવાને 4 પોઈન્ટ લઈને 10-6ની લીડ મેળવી લીધી. બજરંગે કમબેક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તેને સફળતા મળી. જાપાની રેસલરે 16-9થી મુકાબલો પોતાના નામે કરીને ગોલ્ડ મેડલ જીતી લીધો. આવી રીતે ભારતીય રેસલરને માત્ર સિલ્વર મેડલથી સંતોષ કરવો પડ્યો.

(5:57 pm IST)