News of Monday, 23rd September 2019
ઝડપી ગતિને લઇ શેન વોર્નને યુકેમા ડ્રાઇવીંગ કરવા પર લાગ્યો ૧ર મહિનાનો પ્રતિબંધ
પૂર્વ ઓસ્ટ્રેલીયન સ્પિનર શેન વોર્નને સ્પીડીંગને લઇ યુનાઇટેડ કિંગડમ માં ૧ર મહિના માટે ડ્રાઇવીંગ કરવા અંગેનો પ્રતિબંધ લાદવામા આવ્યો છે.
વોર્નએ ગયા વર્ષે ૭ ઓગષ્ટના ૪૦ માઇલ/ કલાકની ગતિ સીમાવાળા ક્ષેત્રમાં ભાડાની જગુઆર કારને ૪૭ માઇલ/ કલાકની ગતિથી ચલાવવાનો અપરાધ સ્વીકાર્યો. વોર્નને રૃ. ૧.૬ર લાખનો દંડ પણ ફટકાર્યો. વોર્નએ ર વર્ષમા છઠ્ઠી વખત અપરાધ કર્યો.
(12:01 am IST)