ખેલ-જગત
News of Monday, 23rd September 2019

ભારતમાં જન્મેલ ન્યૂઝીલેન્ડના આ ખેલાડીએ પંજાબી રીતિ-રિવાઝથી કર્યા લગ્ન

નવી દિલ્હી: ભારતના પંજાબ પ્રાંતના લુધિયાણામાં જન્મેલ ન્યુઝીલેન્ડ ટીમના સ્પિનર ઈશ સોઢીએ ઑક્લેન્ડના ટેક્નિકી સપુરિમ શીખ સોસાયટી ગુરુદ્વારામાં એક  અંગત સમારોહમાં પોતાની મંગેતર એજેલીના વૈન રાજમેલન સાથે લગ્ન કરી લીધા હોવાનું માલુમ પડી રહ્યું છે.

          ઈશ સોઢી અને એજેલિનાના લગ્નમાં લગભગ 100 અંગત  લોકો આવ્યા હોવાનું માલુમ પડી રહ્યું છે જેમાં મોટાભાગના પરિવારના લોકો તેમજ સગા સંબંધીઓ અને મહેમાનોનો સમાવેશ થઇ રહ્યો છે. હાલમાં આ લગ્નના ફોટો શેર કરવામાં આવ્યા હોવાના કારણોસર આ વાત જાણવામાં આવી રહી છે.

(6:58 pm IST)