ખેલ-જગત
News of Monday, 23rd September 2019

પાકિસ્તાનની ઘરેલું સીરીઝમાં મેચ રેફરીની ભૂમિકા નિભાવશે ડેવિડ બૂન

આઇસીસીએ શ્રીલંકાની સાથે રમાવનારી લીમીટેડ ઓવરોની સીરીઝ માટે ડેવિડ બૂનને મેચ રેફરી તરીકે નિમણુક કરી

નવી દિલ્હી : આંતરરાષ્ટ્રીય ક્રિકેટ એસોસિએશને પાકિસ્તાનની યજમાનીમાં શ્રીલંકાની સાથે રમાવનારી લીમીટેડ ઓવરોની સીરીઝ માટે ડેવિડ બૂનને મેચ રેફરી તરીકે નિમણુક કરવામાં આવ્યા છે. ૫૮ વર્ષના ભૂતપૂર્વ ઓસ્ટ્રેલીયન ક્રિકેટર ડેવિડ બૂને ૨૦૧૧ બાદ આઈસીસી એલીટ પેનલમાં મેચ રેફરીની ભૂમિકા નિભાવતા આવી રહ્યા છે. તેમને અત્યાર સુધી ૧૩૫ વનડે અને ૫૧ ટી-૨૦ મેચમાં રેફરીની ભૂમિકા નિભાવી છે.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) એક નિવેદનમાં જણાવ્યું છે કે, માઈકલ ગૌગ અને જોએલ વિલ્સને આ સીરીઝ માટે આઈસીસી એલીટ પેનલના અમ્પાયર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. તેના સિવાય પાકિસ્તાની અમ્પાયર અલીમ ડારને પણ તેમાં સામેલ કરવામાં આવ્યા છે.જયારે, એહસાન રજા, શોએબ રજા અને આસિફ યાકુબને પણ આઈસીસીની અમ્પાયર પેનલમાં રાખવામાં આવ્યા છે. આ બધા અમ્પાયર આગામી સીરીઝ દરમિયાન અમ્પારીંગ કરતા જોવા મળશે.

પાકિસ્તાન અને શ્રીલંકાને કરાચીના નેશનલ સ્ટેડીયમમાં ૨૭ સપ્ટેમ્બર, ૨૯ સપ્ટેમ્બર અને બે ઓક્ટોબરને ત્રણ મેચની વનડે સીરીઝ રમવાની છે. ત્યાર બાદ બંને ટીમો લાહૌરના ગદ્દાફી સ્ટેડીયમમાં પાંચ, સાત અને નવ ઓક્ટોબરને ત્રણ મેચની ટી-૨૦ સીરીઝ રમશે. ત્યાર બાદ શ્રીલંકા પણ ડીસેમ્બરમાં બે મેચની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ માટે પાકિસ્તાનની યજમાની કરશે.

(12:38 pm IST)