ખેલ-જગત
News of Tuesday, 23rd July 2019

ભારત સામેની ટી-20 ક્રિકેટ શ્રેણી માટે વેસ્ટ ઇન્ડિઝની ટીમ જાહેર

સુનિલ નારાયણ અને કેરોન પોલાર્ડને ટીમમાં સ્થાન ;એન્થોની બ્રબલ નવો ચહેરો

ભારત સામેની ટી-20 શ્રેણી માટે વેસ્ટ ઇન્ડિઝની ટીમ જાહેર થઇ છે અનુભવી સુનીલ નારાયણ અને કેરોન પોલાર્ડને ભારત સામે ત્રણ ઓગસ્ટથી અમેરિકાના ફ્લોરિડામાં શરૂ થઈ રહેલી ત્રણ મેચની ટી-૨૦ ક્રિકેટ શ્રેણીની પ્રથમ બે મેચ માટે ૧૪ સભ્યોની વેસ્ટ ઇન્ડીઝ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. વિકેટકીપર બેટ્સમેન એન્થોની બ્રાંબલ પ્રથમ બે ટી-૨૦ માટે પસંદ કરવામાં આવેલ ટીમમાં એકમાત્ર નવો ચેહરો છે.

કેપ્ટન કાર્લોસ બ્રેઈથવેઇટની આગેવાની ટીમમાં આન્દ્રે રસેલ પણ છે તે ફિટનેસ ટેસ્ટમાં યોગ્ય ઉતર્યા છે. તે ડાબા ઘૂંટણની ઈજાઓના કારણે વર્લ્ડ કપના અધ્ધવચ્ચે બહાર થઈ ગયા હતા. પસંદગી સમિતિના ઇન્ટરિમ પ્રમુખ અધ્યક્ષ રાબર્ટ હેન્સે જણાવ્યું છે કે, અનુભવી ઓપનર બેટ્સમેન ક્રીસ ગેલ કેનાડામાં જીટી-૨૦ રમવાના કારણે આ શ્રેણીમાં ભાગ લઇ શકશે નહીં. તેમની જગ્યાએ જાન કેમ્પબેલને પસંદ કરવામાં આવ્યા છે. નારાયણે અંતિમ ટી-૨૦ મેચ ઇંગ્લેન્ડ સામે બે વર્ષ પહેલા રમી હતી જયારે કેરોન પોલાર્ડે છેલ્લા વર્ષે નવેમ્બરમાં અંતિમ ટી-૨૦ માં ભાગ લીધો હતો. ભારતીય ટીમ ત્રણ વનડે અને બે ટેસ્ટ મેચની શ્રેણી પણ રમશે.

પ્રથમ બે ટી-૨૦ માટે વેસ્ટ ઇન્ડીઝ ટીમ : કાર્લોસ બ્રેઈથવેઇટ, સુનીલ નારાયણ, કીમો પોલ, ખારી પીયરે, કેરોન પોલાર્ડ, નિકોલસ પૂરન, રોવમેં પોવેલ, આન્દ્રે રસેલ, એન્થોની બ્રાંબલ, જાન કેમ્પબેલ, શેલ્ડન કોટરેલ, શિમરોન હેટમાયર, એવીન લુઇસ.

(3:16 pm IST)