ખેલ-જગત
News of Monday, 23rd July 2018

સાઉથ આફ્રિકા સામેની બીજી ટેસ્ટમાં શ્રીલંકાને મળી હાર

નવી દિલ્હી: સ્પિનરોના પ્રભુત્વને સહારે શ્રીલંકાએ બીજી અને શ્રેણીની આખરી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાને હારને આરે ધકેલી દીધું છે. શ્રીલંકાએ આજે ત્રીજા દિવસની રમતમાં તેની બીજી ઈનિંગ પાંચ વિકેટે ૨૭૫ના સ્કોર પર ડિકલેર કરતાં સાઉથ આફ્રિકાને ૪૯૦ રનનો જંગી પડકાર આપ્યો હતો. ત્રીજા દિવસની રમતના અંત સુધીમાં પ્રવાસી સાઉથ આફ્રિકાએ પાંચ વિકેટે ૧૩૯ રન કર્યા હતા. ડી બુ્રયન ૪૫ અને બાવુમા ૧૪ રને નોટઆઉટ હતા. હેરાથ અને દનંજયાએ બે-બે વિકેટ ઝડપી હતી. શ્રીલંકા શ્રેણીમાં -૦થી સરસાઈ ધરાવે છે અને હવે તેઓ -૦થી પ્રવાસી ટીમનો વ્હાઈટવોશ કરવા માટે ફેવરિટ છે.

(4:36 pm IST)