ખેલ-જગત
News of Saturday, 23rd June 2018

અમારી મેચના રેફરીએ રોનાલ્ડો પાસે તેની ટીશર્ટ પર માગી હતી: ટીમ મોરક્કો

નવી દિલ્હી: પોર્ટુગલ સામેની મેચમાં રોનાલ્ડોના એકમાત્ર હેડર ગોલને પરિણામે હારી જનારું મોરક્કો વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાયું છે. આ મેચ બાદ મોરક્કોના મીડફિલ્ડર નોર્ડીન એમ્રાબતે કોમેન્ટ કરી હતી કે, અમારી મેચના રેફરી રોનાલ્ડોના જબરજસ્ત ફેન છે અને તેમણે મેચમાં રોનાલ્ડો પાસે તેની ટીશર્ટ પર માગી હતી. આમ કહીને એમ્રાબતે ઈશારો કર્યો હતો કે, રેફરીએ રોનાલ્ડોના પ્રભાવમાં અમારી ટીમને અન્યાય કર્યો હતો. જોકે ફિફાએ આ નિવેદનને ગંભીરતાથી લેતા એમ્રાબતની ઝાટકણી કાઢી હતી. ફિફાએ જણાવ્યું હતુ કે, એમ્રાબતનો આક્ષેપ સાવ પાયાવિહોણો છે. અમેરિકન રેફરી માર્ક જેઈજેરે નિષ્પક્ષ રેફરિંગ કર્યું હતુ અને તેમણે આવી કોઈ માગ કરી નહતી. એમ્રાબતે ડચ ટીવી સાથેની મુલાકાતમાં કહ્યું હતુ કે, મેં પેપે (પોર્ટુગીઝ ખેલાડી) પાસેથી સાંભળ્યું કે, રેફરીએ ફર્સ્ટ હાફમાંજ રોનાલ્ડો પાસે તેની ટીશર્ટ માગી હતી.

(4:47 pm IST)