ખેલ-જગત
News of Wednesday, 23rd May 2018

ક્રિકેટર ઝાહિર ખાનની પત્ની સાગરિકા સાડી પહેરી રમશે ફૂટબોલ

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ઝહીર ખાન ગત વર્ષે બોલિવૂડ અભિનેત્રી સાગરિકા ઘાટગે સાથે લગ્નનાં બંધનમાં બંધાઈ ચૂક્યો છે. લગ્ન બાદ હવે સાગરિકા ફરીથી પોતાની ફિલ્મી ઇનિંગ્સ શરૂ કરી રહી છે. ૨૦૦૭માં આવેલી શાહરુખ ખાન સ્ટારર ફિલ્મચક દે ઇન્ડિયામાં હોકી ખેલાડીની ભૂમિકા નિભાવી ચૂકેલી સાગરિકા હવે સાડી પહેરીને ફૂટબોલ રમતી જોવા મળશે. લગ્ન બાદ ફિલ્મી પડદે વાપસી કરી રહેલી સાગરિકામોનસૂન ફૂટબોલનામની ફિલ્મમાં નજરે પડવાની છે. ‘મોનસૂન ફૂટબોલએક મરાઠી ફિલ્મ છે.

ફિલ્મમાં સાગરિકા એક મધ્યમવર્ગીય હાઉસવાઇફના પાત્રમાં નજરે પડશે. ફિલ્મને મિલિન્દ કે. ઉકે ડિરેક્ટ કરી રહ્યા છે. ફિલ્મની કહાણી એક એવી હાઉસવાઇફ અંગે છે, જે પોતાની જિંદગીને ખુલ્લીને પોતાની રીતે અને પોતાની શરતે જીવવા ઇચ્છે છે. ફિલ્મમાં સાગરિકા મુખ્ય રોલમાં છે. ફિલ્મમાં તમે સાગરિકાને સાડી પહેરીને ફૂટબોલ રમતી જોઈ શકશો. ફિલ્મની કહાણી મધ્યમવર્ગીય હાઉસવાઇફ અને તેની જિંદગીમાં આવનારી મુશ્કેલીઓ પર આધારિત છે. ફિલ્મમાં એવું પણ દેખાડવામાં આવશે કે મધ્મવર્ગીય હાઉસવાઇફ કેવી રીતે આવી મુશ્કેલીઓ સામે લડે છે.

ફિલ્મનું શૂટિંગ આગામી જુલાઈથી શરૂ થશે, પરંતુ સાગરિકાએ ફિલ્મની તૈયારી અને પ્રમોશન અત્યારથી શરૂ કરી દીધું છે. કારણે સાગરિકાના સાડી પહેરીને ફૂટબોલ રમતા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.ફિલ્મમાં હોકી ખેલાડીનું પાત્ર નિભાવી ચૂકેલી સાગરિકા અસલ જિંદગીમાં પણ રાષ્ટ્રીય સ્તરની હોકી ખેલાડી રહી ચૂકી છે. સાગરિકાનું કહેવું છે કે ફિલ્મ ફૂટબોલ પર આધારિત છે તેથી તેનાે પતિ ઝહીર ખાન તેને રમતને સમજવામાં મદદ કરી રહ્યો છે. ઝહીરને પણ ફિલ્મની સ્ક્રીપ્ટ ઘણી પસંદ પડી છે.ફિલ્મના ડિરેક્ટર મિલિન્દ કે. ઉકેનું કહેવું છે કે, ”સાગરિકા ફિલ્મ માટે મારી એકમાત્ર પસંદ હતી. તેને વિષય પસંદ પડ્યો અને તે ફિલ્મ માટે ફૂટબોલની જબરદસ્ત ટ્રેનિંગ પણ લઈ રહી છે.” ઉલ્લેખનીય છે કે સાગરિકાએ ૨૩ નવેમ્બર, ૨૦૧૭ના રોજ ઝહીર ખાન સાથે લગ્ન કર્યાં હતાં.

(4:54 pm IST)