ખેલ-જગત
News of Wednesday, 23rd May 2018

પ્રદર્શની મેચમાં મહિલા ક્રિકેટરોનું અપમાન : હેલ્મેટ - પેડ પર કપડું ચડાવીને કલર બદલાવ્યો : ગરમીમાં બપોરે મેચ રાખ્યો

સોશ્યલ મીડિયામાં જબરી ટિક્કા : મહિલા ક્રિકેટરોને પ્રોત્સાહિત કરવાની નીતિનો અભાવ દેખાયો

નવી દિલ્હીઃ આઈપીએલ ૨૦૧૮માં પ્રથમ પ્લેઓફ પહેલા પ્રદર્શની મેચમાં મહિલા ક્રિકેટરોની અવગણના થતી હોવાની લાગણી સાથે સોશ્યલ મીડિયામાં જબરો રોષ જોવાયો હતો મહિલા ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં એક પ્રદર્શની મેચનું આયોજન થયેલ આ મેચમાં ઘણા દેશી-વિદેશી ખેલાડીઓને સામેલ કરાયા પરંતુ વ્યવસ્થાના નામ પર આ મેચમાં દ્યણી ખામી સામે આવી છે. ટીમના ડ્રેસના કલરથી મેચ કરવા માટે ખેલાડીઓના હેલમેટ અને પેડ પર તેજ કલરનું કાપડ ચડાવવામાં આવ્યું. જયાં પુરૂષ ક્રિકેટરોને એક નાના મેચ માટે પણ તમામ સુવિધાઓ આપવામાં આવે છે. જયારે મહિલા ક્રિકેટરો સાથે આ પ્રકારનો વ્યવહાર ન માત્ર ચોંકાવનારો પરંતુ અપમાનજનક પણ છે.

આ મેચને લઈને ઘણી ખામીઓ સામે આવી રહી છે. જેમ કે મેચ માટે મંગળવારનો દિવસ રાખવામાં આવ્યો, જે વર્કિંગ ડે છે. તેવામાં ફેન્સને આ મેચની તરફ આકર્ષિત કરવા એક મોટો ટાસ્ટ કર્યો, કારણ કે ભારતમાં હજુ પણ મહિલા ક્રિકેટને તે પ્રકારનું જનુન જોવા મળતું નથી, તેમ પુરૂષ ક્રિકેટમાં જોવા મળે છે.

આ સાથે આ મેચનો સમય બપોરે ૨ કલાકે રાખવામાં આવ્યો. આટલી ભીષણ ગર્મીમાં બપોરે ૨ કલાકનો સમયને લઈને સોશિયલ મીડિયા પર લોકોએ વિરોધ વ્યકત કર્યો છે. આ મેચનો જોવા માટે સ્ટેડિયમમાં ગણ્યા-ગાંઠ્યા લોકો પહોંચ્યા. અહીં પણ મેનેજમેન્ટની ખામી નજરે આવી રહી છે. કારણ કે, આ એક એગ્ઝિબેશન મેચ છે અને તેને ઉદ્દેશ મહિલા ક્રિકેટને પ્રોત્સાહન આપવાનો છે તે તેને જોવા માટે એન્ટ્રી ફ્રી રાખવાની જરૂર હતી.

આ સાથે સ્કૂલો અને ક્રિકેટ કલબો વગેરેના બાળકોને આ મેચ માટે ખાસ આમંત્રણ મોકલી શકાયું હોત. આ મેચ બાદ આઈપીએલ ૨૦૧૮દ્ગક પ્રથમ પ્લેઓફ મેચ પણ રમાવાની છે. આ પ્લેઓફ મેચ ચેન્નઈ અને હૈદરાબાદ વચ્ચે રમાશે. તેવામાં આ બંન્ને ટીમના ખેલાડીઓ મહિલા ટીમનો આત્મવિશ્વાસ વધારવા માટે મેદાન પર હાજર રહી શકતા હતા.

મુંબઈમાં પ્રથમ પ્લેઓફ મેચ રમાવાની છે. તેવામાં ક્રિકેટના દ્યણા દિગ્ગજો મુંબઈમાં છે, પરંતુ આ મેચ દરમિયાન સ્ટેડિયમમાં કોઈ જોવા મળ્યા નથી. મુંબઈમાં રહેતા પુરૂષ ક્રિકેટરો આ મેચને જોવા માટે આવી શકતા હતા.

મહત્વનું છે તે, સુપરનોવા અને ટ્રેલબ્લેજર્સ વચ્ચે આ એક અનોખો મહિલા ટી૨૦ ચેલેન્જ મેચ છે. તેને મહિલાઓ માટે આઈપીએલ લીગની શરૂઆત કરવાના એક પ્રયત્નની રૂપમાં જોવામાં આવી રહ્યો છે.

(3:54 pm IST)