ખેલ-જગત
News of Wednesday, 23rd May 2018

હમ ફીટ તો ઇન્ડિયા ફીટ : રાજયવર્ધન રાઠોડની ચેલેન્જ સાઈના નેહવાલે સ્વીકારી

કેન્દ્રના સ્પોટ્ર્સ મિનિસ્ટર રાજયવર્ધન રાઠોડે ફીટનેસને પ્રોત્સાહન આપવા માટે તથા વ્યાયામના પ્રચાર - પ્રસાર માટે સોશ્યલ મીડિયાની મદદથી નવુ અભિયાન શરૂ કર્યુ છે. રાઠોડે 'હમ ફીટ તો ઈન્ડિયા ફીટ' સૂત્ર આપતા અભિયાનમાં સામેલ થવા માટે ફિલ્મ સ્ટાર ઋત્વિક રોશન, ટીમ ઈન્ડિયાના કેપ્ટન ૅવિરાટ કોહલી અને બેડમિન્ટન સ્ટાર સાઈના નેહવાલને અનુરોધ કર્યો છે. વિડીયોમાં રાજયવર્ધન રાઠોડ ઓફીસમાં પુશ અપ્સ કરતા જોવા મળે છે. રાઠોડના આ પ્રયાસની ઘણી પ્રશંસા કરવામાં આવી છે. સાઈના નેહવાલે પણ આ ચેલેન્જ સ્વીકારીને કસરત કરતી હોય તેવો વિડીયો ટ્વીટર પર શેર કર્યો છે. તેણે ગોતમ ગંભીર અને પી.વી.સિંધુને પણ ચેલેન્જ આપી છે.

(3:52 pm IST)