ખેલ-જગત
News of Friday, 23rd March 2018

ઝિમ્બાબ્વે વર્લ્ડકપમાંથી આઉટ

યુએઈએ અપસેટ સર્જયો

હરારે : આઈસીસી વર્લ્ડકપ કવોલીફાઈ ટુર્નામેન્ટના સુપરસિકસમાં ઉલટફેર ચાલુ રહ્યા છે. આજના મેચમાં યુએઈ સામે ઝિમ્બાબ્વેની સનસનીખેજ હાર થઈ હતી. આથી ઝિમ્બાબ્વેની ટીમ ૨૦૧૯ના વર્લ્ડકપની રેસમાંથી બહાર થઈ ગયુ છે. વર્ષ ૧૯૭૯ બાદ પહેલીવાર એવુ બનશે કે ઝિમ્બાબ્વેની ટીમ વર્લ્ડકપમાં જોવા નહિં મળે.

આજના મેચમાં યુએઈએ ૫૦ ઓવરમાં ૭ વિકેટે ૨૩૫ રન કર્યા હતા. આ પછી વરસાદના વિઘ્નને લીધે ઝીમ્બાબ્વેને જીત માટે ૪૦ ઓવરમાં ૨૩૦ રનનું લક્ષ્યાંક મળ્યુ હતું. આથી યુએઈને ડી-એલ નિયમથી ઝિમ્બાબ્વે સામે ૩ રને ઐતિહાસિક જીત થઈ હતી. ઝીમ્બાબ્વેને આખરી ઓવરમાં જીત માટે ૧૨ રન અને આખરી દડે ૬ રનની જરૂર હતી, પણ તેથી કરી શકયા ન હતા.

(1:05 pm IST)