ખેલ-જગત
News of Tuesday, 23rd February 2021

વિજય હજારે ટ્રોફીમાં ૩ ટીમના ક્રિકેટર્સ કોરોનાની ઝપેટમાં

ભારતમાં કોરોના કાળમાં પણ ક્રિકેટ શરૂ થઈ ગયું : બિહાર, હિમાચલ, મહારાષ્ટ્ર ટીમના એક-એક ક્રિકેટરને કોરોના થયો છે,ત્રણે ક્રિકેટરોને આઈલોસેશનમાં મોકલાયા

નવી દિલ્હી, તા. ૨૩ : ભારતમાં કોરોનાનુ સંક્રમણ ફરી વધે તેવી સેવાઈ રહેલી દહેશત વચ્ચે ઘર આંગણાના ક્રિકેટમાં પણ કોરોનાની એન્ટ્રી થતા ક્રિકેડ બોર્ડના અધિકારીઓ ચોંકી ઉઠયા છે. ભારતમાં કોરોના કાળ વચ્ચે ક્રિકેટ શરુ થઈ ગયુ છે.એક તરફ ઈંગ્લેન્ડની ટીમ ભારતના પ્રવાસે છે તો બીજી તરફ ઘર આંગણાના ક્રિકેટના ભાગરુપે વિજય હજારે ટ્રોફીનુ આયોજન કરાયુ છે.જેમાં એલિટ ગ્રુપમાં ૩૦ ટીમો અને પ્લેટ ગ્રૂપમાં આઠ ટીમો ભાગ લઈ રહી છે.

ત્રણ દિવસથી ટુર્નામેન્ટ ચાલી રહી છે ત્યારે એક અંગ્રેજી અખબારને ક્રિકેટ બોર્ડના એક અધિકારીને ટાંકીને કહ્યુ છે કે, બિહાર, હિમાચલ પ્રદેશ અને મહારાષ્ટ્રની ટીમના એક-એક ક્રિકેટરને કોરોના થયો છે અને આ ત્રણે ક્રિકેટરોને આઈલોસેશનમાં મોકલી આપવામાં આવ્યા છે.જોકે કોરોનાની એન્ટ્રીથી બીજી ટીમો પમ ચિંતામાં પડી ગઈ છે.

મહારાષ્ટ્ર અને હિમાચલની ટીમ યપુરમાં છે અને બિહારની ટીમ બેંગ્લોરમાં છે.હાલમાં બિહારની ટીમને પણ આઈસેલોશનમાં રહેવાનો આદેશ અપાયો છે.આ ટીમના તમામ ખેલાડીઓનો કોરોના ટેસ્ટ ફરી કરવામાં આવશે.

તમામ ટીમો બાયોબબલમાં હોવા છતા ખેલાડીઓમાં કોરોનાનુ સંક્રમણ લાગ્યુ હોવાના કારણે બોર્ડના અધિકારીઓ પણ ચિંતામાં પડ્યા છે.આ પહેલા સૈયદ મુસ્તાક અલી ટ્રોફી દરમિયાન પણ જમ્મુ કાશમીરના એક ખેલાડીને કોરોના થયો હતો.

(9:24 pm IST)