ખેલ-જગત
News of Friday, 22nd November 2019

પિંક બોલ ટેસ્ટ: ભારતીય બોલરોએ પહેલા જ દિવસે તરખાટ મચાવ્યો :બાંગ્લાદેશ 106 રનમાં ઓલઆઉટ :ભારત 174/3

ઇશાંત શર્માએ પાંચ વિકેટ ઝડપી : ઉમેશ યાદવે ત્રણ વિકેટ અને મોહમ્મદ સામીને બે વિકેટ મળી

કોલકાતાના ઈડન ગાર્ડન સ્ટેડિયમ ખાતે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઇ રહેલી એતિહાસિક ડે-નાઈટ ટેસ્ટના પ્રથમ દિવસની રમત ટીમ ઈન્ડિયાના બોલરોના નામે રહી હતી. દેશના પ્રથમ 'પિંક' ટેસ્ટના પહેલા દિવસે બાંગ્લાદેશ ટીમને માત્ર 30.3 ઓવરમાં 106 રનમાં ઓલઆઉટ કરી દીધી છે. પ્રથમ ભારતીય ઝડપી બોલરોની ત્રિપુટીએ ફરી એકવાર શાનદાર શરૂઆત કરી હતી.

                જેના જવાબમાં ભારતીય ટીમ બેટિંગ કરવા ઉતરી હતી અને સ્ટમ્પ્સ સામે ત્રણ વિકેટ ગુમાવીને 174 રન બનાવ્યા હતા. કેપ્ટન વિરાટ કોહલી (59) અને ઉપ-કેપ્ટન અજિંક્ય રહાણે (23) ક્રીઝ પર છે. ટીમ ઈન્ડિયા પાસે હવે બાંગ્લાદેશ સામે સાત વિકેટ બાકી છે. જ્યારે ભારતે 68 રનની લીડ પણ મેળવી છે. ભારત તરફથી અજિંક્ય રહાણે 23 રન અને વિરાટ કોહલી 59 રને અણનમ રહ્યા છે. ત્યારે બાંગ્લાદેશ તરફથી એ. હુસેને 2 વિકેટ ઝડપી હતી.

                ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કોલકાતાનાં ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં એતિહાસિક ડે નાઈટ ટેસ્ટ મેચ રમવામાં આવી રહી છે. ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવા ઉતરી બાંગ્લાદેશની ટીમે પોતાની પ્રથમ ઈનિંગમાં ફક્ત 106 રન કરીને ઓલઆઉટ થઈ ગઈ હતી.

                ભારતીય બોલરોએ ગુલાબી દડાથી શાનદાર પ્રદર્શન કર્યું અને બાંગ્લાદેશની ટીમને પ્રથમ દાવમાં 30.3 ઓવરમાં 106 રનમાં ઓલઆઉટ કરી દીધા હતા. બાંગ્લાદેશ તરફથી શાદમાન ઇસ્લામે સૌથી વધુ 29 રન બનાવ્યા જ્યારે લિટન દાસે (રિટાયર હાર્ટ) 24 રન જોડ્યા હતા. જ્યારે મહેમાન ટીમના ફક્ત ત્રણ બેટ્સમેન ડબલ ફિગર સુધી પહોંચી શક્યા હતા

               ભારત તરફથી ઇશાંત શર્માએ સૌથી વધુ પાંચ વિકેટ લીધી હતી. ઉમેશ યાદવે ત્રણ વિકેટ ઝડપી હતી જ્યારે મોહમ્મદ સામીને બે સફળતા મળી હતી. ઇશાંતે 2007 પછી પહેલી વાર ઈનિંગમાં પાંચ વિકેટ ઝડપી છે. પ્રથમ વખત ગુલાબી બોલથી રમતા બાંગ્લાદેશી બેટ્સમેન ઓવર સ્વિંગની સામે ચાલી શક્યા નહીં. ઇશાંત શર્માએ 15 ના કુલ સ્કોર પર ઇમુરૂલ કાસ (4) ને એલબીડબ્લ્યુ કર્યો હતો. બે રન બાદ સુકાની મોમિનુલ હક રોહિત શર્માને શ્રેષ્ઠ રીતે કેચ આપીને ઉમેશ યાદવના સ્વીંગ બોલને કેચ આપ્યો હતો.

(11:05 pm IST)