ખેલ-જગત
News of Friday, 22nd November 2019

ઇંગ્લેન્ડના ૩૫૩ની સામે કિવિઝના ૪ વિકેટે ૧૪૪

ન્યુઝીલેન્ડના ટોપ ઓર્ડરના બેટ્સમેનો ફ્લોપ : માઉન્ટમાં રમાઈ રહેલ પ્રથમ ટેસ્ટ રોમાંચક દોરમાં પ્રવેશી

માઉન્ટ, તા. ૨૨ : માઉન્ટ ખાતે ચાલી રહેલી પ્રથમ ટેસ્ટ મેચના આજે બીજા દિવસે ઇંગ્લેન્ડના ૩૫૩ રનના જવાબમાં યજમાન ન્યુઝીલેન્ડે આજે રમત બંધ રહી ત્યારે ચાર વિકેટે ૧૪૪ રન બનાવ્યા હતા. આજે રમત બંધ રહી ત્યારે નિકોલસ ૨૬ અને વેટલિંગ ૬ રન સાથે રમતમાં હતા. ઇંગ્લેન્ડ તરફથી કુરેને બે, લીચે એક અને બેન સ્ટોક્સે એક વિકેટ ઝડપી હતી. તે પહેલા ઇંગ્લેન્ડની ટીમ પ્રથમ દિવસે ૩૫૩ રન કરી ઓલઆઉટ થઇ ગઈ હતી. ન્યુઝીલેન્ડ તરફથી સાઉથીએ ૮૮ રન આપીને ચાર વિકેટ ઝડપી હતી જ્યારે  વાગનરે ૩ વિકેટ ઝડપી હતી. ઇંગ્લેન્ડ તરફથી શાનદાર ફોર્મમાં ચાલી રહેલા બેન સ્ટોક્સે ૯૧ રન બનાવ્યા હતા જેમાં ૧૨ ચોગ્ગાનો સમાવેશ થાય છે. બેન સ્ટોક્સે ૧૪૬ બોલમાં આ રન બનાવ્યા હતા જ્યારે બટલર ૪૩ રન કરીને આઉટ થયો હતો. ન્યુઝીલેન્ડ તરફથી તમામ બોલરોએ સારી બોલિંગ કરી હોવાછતાં ઇંગ્લેન્ડના બેટ્સમેન૩૫૩ રનનો જુમલો ખડક્યો હતો. બોલ્ટને એક વિકેટ હાથ લાગી હતી.

સ્કોરબોર્ડ : માઉન્ટ ટેસ્ટ

ઇંગ્લેન્ડ પ્રથમ દાવ : ૩૫૩

ન્યુઝીલેન્ડ પ્રથમ દાવ :

 

 

રાવલ

કો. ડેન્લે બો. લીચ

૧૯

લાથમ

એલબી. બો. કુરેન

૦૮

વિલિયમસન

કો. સ્ટોક બો. કુરેન

૫૧

ટેલર

કો. પોપ બો. સ્ટોક

૨૫

નિકોલસ

અણનમ

૨૬

વેટલિંગ

અણનમ

૦૬

વધારાના

 

૦૯

કુલ

(૫૧ ઓવરમાં ૪ વિકેટે)

૧૪૪

 

પતન  : ૧-૧૮, ૨-૭૨, ૩-૧૦૬, ૪-૧૨૭.

બોલિંગ : બ્રોડ : ૧૦-૪-૨૦-૦, આર્ચર : ૧૪-૪-૪૦-૦, કુરેન : ૧૦-૪-૨૮-૨, લીચ : ૧૨-૧-૨૯-૧, સ્ટોક્સ : ૪-૦-૧૬-૧, રુટ : ૧-૦-૨-૦

(7:55 pm IST)